Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

અમેરિકન ફિલોસોફિકલ સોસાયટીના મેમ્‍બર તરીકે સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી વિજય કુમારઃ ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૩૫ સ્‍કોલર્સમાં સમાવેશ

પેન્‍સિલ્‍વેનિઆઃ અમેરિકન ફિલોસોફિકલ સોસાયટીની ૨૭ એપ્રિલના રોજ મળેલી મીટીંગમાં ૩૫ સ્‍કોલર્સને મેમ્‍બરશીપ માટે પસંદ કરાયા હતા. જેમાં ઇન્‍ડિયન અમેરિકન શ્રી વિજય કુમારએ સ્‍થાન મેળવ્‍યું છે.

શ્રી વિજય કુમાર યુનિવર્સિટી ઓફ પેન્‍સિલ્‍વેનિઆની સ્‍કૂલ ઓફ એન્‍જીનીઅરીંગ એન્‍ડ એપ્‍લાઇડ સાયન્‍સમાં ડીન તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓને સોસાયટી દ્વારા ૨૦૧૮ની સાલ માટે મેથેમેટીકલ એન્‍ડ ફિઝીકલ સાયન્‍સીઝ વિભાગમાં પસંદ કરાયા છે.

શ્રી કુમારએ કાનપુરની ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી બેચલર ડીગ્રી મેળવેલી છે. તથા ઓહિયો સ્‍ટેટ યુનિવર્સિટીમાંથી ષ્ટત્ર્.ઝ પદવી મેળવેલી છે. તેઓ ૧૯૮૭ની સાલથી ફેકલ્‍ટી સાથે જોડાયેલા છે તેઓ રોબોટિકસ મલ્‍ટી રોબોટિક સિસ્‍ટમ, માઇક્રો એરિયલ વેહીકલ્‍સ સહિતના ક્ષેત્રે સંશોધનો માટે કાર્યરત છે.

 

(9:16 pm IST)