Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

‘‘ચાઇલ્‍ડ રાઇટસ એન્‍ડ યુ અમેરિકા (CRY)'': ભારતમાં બાળમજુરી સાથે શોષણનો ભોગ બનતા બાળકોને તેમના હકક અપાવવા કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ સાન જોસ કેલિફોર્નિયામાં ૫મે ૨૦૧૮ના રોજ યોજાયેલા ફંડ રેઇઝીંગ ગાલા પ્રોગ્રામમાં ભેગા થયેલા ૫૦૦૦૦ ઉપરાંત ડોલર ભારતના વંચિત બાળકોના આરોગ્‍ય તથા શિક્ષણ માટે વપરાશે

કેલિફોર્નિયાઃ ભારતમાં બાળમંજુરી કરતા તથા શોષણનો ભોગ બનતા બાળકોને તેમના હક્કો અપાવવા તથા આરોગ્‍ય, શિક્ષણ તેમજ બાળપણનો આનંદ મેળવી શકે તે માટે કાર્યરત નોનપ્રોફિટ ‘‘ચાઇલ્‍ડ રાઇટસ એન્‍ડ યુ અમેરિકા (CRY)''ના ઉપક્રમે પ મે ૨૦૧૮ના રોજ બીજો વાર્ષિક ફંડ રેઇઝર ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો.

સાન જોસ, કેલિફોર્નિયામાં ક્રાઉન પ્‍લાઝા ખાતે યોજાયેલા આ પ્રોગ્રામમાં સેલિબ્રીટી ગેસ્‍ટ તરીકે બોલીવુડ એકટર અભય દેઓલએ હાજરી આપી હતી. ઉપરાંત CRY અમેરિકા પ્રેસિડન્‍ટ શેફાલી સુંદરલાલ તથા ડો.શંભુનાથ, ડો. રોલી સિંઘ, સહિત ૧૦૦ જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા.

પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન CRY દ્વારા ભારતના ૩૬૭૬ ગ્રામ્‍ય વિસ્‍તારોના ૭ લાખ જેટલા બાળકો માટે આરોગ્‍ય, શિક્ષણ,પોષણ, તથા હક્કો માટે કરાયેલી પ્રવૃતિઓનો સ્‍લાઇડ શો દર્શાવાયો હતો. બાદમાં સાંજે બોલીવુડ ડાન્‍સ સહિત વિવિધ મનોરંજન પ્રોગ્રામ યોજાયા હતા. ગાલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ અંતર્ગત નક્કી કરાયેલા ૫૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરવાના લક્ષ્યાંક કરતાં વધુ રકમ ભેગી થઇ ગઇ હતી. તેવું જાણવા મળે છે.

 

(9:13 pm IST)