Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

હજુ બે માસ પહેલા જ અમેરિકા આવેલા શીખ યુવાન ગગનદીપ સિંઘ ઉપર ગોળીબારઃ ફોર્ટ વાયને ઇન્ડિયાનામાં ૧૬ એપ્રિલના રોજ બનેલી ઘટના મુજબ ગોળીબારનો ભોગ બનેલો યુવાન ગંભીર હાલતમાં: હુમલાખોરો હજુ સુધી લાપત્તા

ઇન્ડિયાનાઃ હજુ બે માસ પહેલા જ અમેરિકા આવેલા શીખ યુવાન ૩૨ વર્ષીય ગગનદીપ સિંઘ ઉપર ૨ શખ્સો ગોળીબાર કરી નાસી છુટ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ફોર્ટ વાયને ઇન્ડિયાનામાં બનેલી ૧૬ એપ્રિલ ૨૦૧૯ની ઘટના મુજબ પિટસબર્ગ સ્ટ્રીટમાં રહેતા ગગનદીપના ઘરનું બારણું ખખડાવી બે શખ્સો તેના ઉપર ગોળીબાર કરી નાસી છુટ્યા છે. જેમનો હજુ સુધી કોઇ પત્તો મળી શકયો નથી. ગગનદીપ સિંઘની હાલત ગંભીર છે. હુમલાખોરો વિષે કોઇને માહિતી હોય તો પોલીસ ડીપાર્ટમેન્ટને જાણવ કરવા અનુરોધ કરાયો છે.

(4:35 pm IST)