Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

‘‘ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સી (IHCNJ)'': છેલ્લા ૨૦ વર્ષથી સાઉથ એશિયન પ્રજાજનોની વિનામુલ્‍યે આરોગ્‍ય સેવા માટે કાર્યરત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ ૧ એપ્રિલ ૨૦૧૮ના રોજ શ્રી સંતરામ ભક્‍ત સમાજ usaના સહયોગ સાથે સમરસેટ મુકામે હેલ્‍થફેર યોજાયોઃ બ્‍લડ ટેસ્‍ટ,EKG,ડાયાબિટીસ, કેન્‍સર, આંખનું નિદાન સહિત વિવિધ રોગોના નિષ્‍ણાંત તબીબોએ નિદાન કરી રોગો થતા અટકાવવા માર્ગદશન આપ્‍યું: આગામી કેમ્‍પ ૨૦મે ૨૦૧૮નારોજ શ્રી સ્‍વામિનારાયણ મંદિર, વિહોકેન ન્‍યુજર્સી મુકામે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં વસતા કોમ્‍યુનીટી પ્રજાજનોની આરોગ્‍ય સેવાઓ માટે છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત નોનપ્રોફિટ ‘‘ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સી (IHCNJ)'' દ્વારા શ્રી સંતરામ ભક્‍ત સમાજ ઓફ asaના સહયોગ સાથે ૧ એપ્રિલ ૨૦૧૮ના રોજ હેલ્‍થફેર યોજાઇ ગયો.

યુક્રેનિઅન કલ્‍ચરલ સેન્‍ટર, ૧૩૫, ડેવિડસન એવન્‍યુ, સમરસેટ ન્‍યુજર્સી મુકામે યોજાયેલા આ હેલ્‍થફેરમાં ૪૦ વર્ષથી વધુ વયના તથા મેડીકલેઇમ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા દર્દીઓનું નિદાન કરી આપવામાં આવ્‍યુ હતુ તથા રોગો થતા અટકાવવા માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતુ. જે અંતર્ગત બ્‍લડ ટેસ્‍ટ, EKG, વિઝન સ્‍ક્રિનિંગ ફોર ગ્‍લુકોમા, ડાયાબિટીસ, ફિઝીકલ એકઝામિશનેશન, કાર્ડિયોલોજી, ફીઝીકલ થેરાપી કાઉન્‍સેલીંગ, જુદા જુદા પ્રકારના કેન્‍સર, મેન્‍ટલ હેલ્‍થ સહિત વિવિધ રોગોના નિદાન સાથે તે થતા અટકાવવા માર્ગદર્શન અપાયુ હતુ. જે માટે જે તે દર્દોના નિષ્‍ણંત તબીબો, હેલ્‍થકેર પ્રોફેશ્‍નલ્‍સ, ફાર્મસી કન્‍સલ્‍ટન્‍ટ, સહિતનાઓએ સેવાઓ આપી હતી ઉપરાંત IHCNJના  હોદેદારો તથા વોલન્‍ટીઅર્સ તેમજ સંતરામ ભક્‍ત સમાજ asaના અનુયાયઓએ નિસ્‍વાર્થ સેવાઓ આપી હતી. બ્‍લડ ટેસ્‍ટ બાદ તમામ દર્દીઓ માટે લાઇટ રીફ્રેશમેન્‍ટની સગવડ  કરાઇ હતી. બ્‍લેડ ટેસ્‍ટ રિપાર્ટ જે તે દર્દીને રિમાર્ક સાથે ડાયરેકટ મોકલાવી અપાશે. આ ઉપરાંત ન્‍યુજર્સી સ્‍ટેટ કમિશન ફોર બ્‍લાઇન્‍ડ દ્વારા પણ સેવાઓ આપવામાં આવી હતી. બ્‍લડ ટેસ્‍ટ સર્વિસ લેબ કોર્ય ઓફ રેરિટન ન્‍યુજર્સી દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

IHCNJ દ્વારા યોજાનારા આગામી હેલ્‍થફેર મુજબ ૨૦મે ૨૦૧૮ના રોજ શ્રી સ્‍વામિનારાયણ મંદિર વિહોકન ન્‍યુજર્સી, મુકામે, ૨૪ જુન ૨૦૧૮ના રોજ બાલાજી ટેમ્‍પલ બ્રિજવોટર ન્‍યુજર્સી, ૨૬ ઓગ.૨૦૧૮ના રોજ દુર્ગા મંદિર પ્રિન્‍સેટોન, ન્‍યુજર્સી, તથા ૧૮ નવેં.૨૦૧૮ના રોજ શ્રી સ્‍વામિનારાયણ મંદિર, સિકોસસ, ન્‍યુજર્સી મુકામે યોજાશે.

૧ ડિસેં. ૨૦૧૮ રોજ ત્‍ણ્‍ઘ્‍ફથ્‍ના ૨૦ વર્ષની સાઉથ એશિયન પ્રજાજનોની વિનામુલ્‍યે આરોગ્‍ય સેવાઓની ઉજવણી નિમિતે ન્‍યુજર્સીમાં ગાલા મ્‍યુઝીક પ્રોગ્રામ દ્વારા ફંડ ભેગુ કરાશે.. તેવું પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલની યાદી જણાવે છે.

(10:03 pm IST)