Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

‘‘ભૂમિ પૂજન'': અમેરિકાના પાર્લિન, ન્‍યુજર્સી મુકામે નવા નિર્માણ થનારા શ્રી દ્વારકાધિશ મંદિરના ભૂમિપૂજનનો પ્રોગ્રામ સપ્‍ટેં.૨૦૧૮માં યોજાશેઃ વલ્લભકુળના આચાર્યો સ્‍વામીજી, શાસ્‍ત્રીજી સહિતનાઓ હાજરી આપશેઃ વિવિધ પ્રકારના મનોરથો, યજ્ઞ,પૂજન, તથા પ્રવચનનો લહાવો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ૭૧૭, વોશીંગ્‍ટન રોડ, પાર્લિન, ન્‍યુજર્સી મુકામે નવા નિર્માણ થનારા શ્રી દ્વારકાદિશ મંદિર (૭૩૨)૨૫૪-૦૦૬૧ www.dwarkadhishtemple.org)ના ભૂમિપૂજનનો પ્રોગ્રામ સપ્‍ટેં.૨૦૧૮માં યોજાશે તેવી ઘોષણાં શ્રી ભક્‍તિનિધિ ઇન્‍ક દ્વારા કરાઇ છે.

આ શુભ પ્રસંગે વલ્લભકુળના આચાર્યો, સ્‍વામીજીઓ, તથા શાસ્‍ત્રીજીઓ હાજરી આપશે તથા વિવિધ પ્રકારના મનોરથો, યજ્ઞ, પૂજન, તથા પ્રવચન યોજાશે. જે અંગેની વિગતવાર માહિતિ ટુંક સમયમાં પ્રસિધ્‍ધ કરાશે. તેવું મંદિરની યાદીમાં જણાવાયુ છે.

(9:58 pm IST)
  • સુરત પાસે બે ડમ્પર વચ્ચે ચ્મ્ખ્વાર અકસ્માત : અકસ્માત થતા ડમ્પર વિઝ્દીના થાંભલા સાથે ભટકાતા, થાંભલો તૂટીને ડમ્પર પર પડ્યો : શોટસર્કીટ થતા ડમ્પર ભસ્મીભૂત થઈ ગયું access_time 8:44 pm IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST

  • ગુજરાતમાં પોતાના નેટવર્કમાં જબ્બર વધારો કરવા એરટેલ સાબદું:એરટેલે આજે ગુજરાતમાં તેના નેટવર્કના એકસપાન્સન માટે મેજર પ્લાન જાહેર કર્યા છે.: ગુજરાતમાં ૯ હજાર નવી સાઇટ અને ૨૦૦૦ કિ.મી.ની ફાઇબર ઓપ્ટિક લાઈન આ વર્ષમાં પાથરવામાં આવશે access_time 10:01 pm IST