Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

યુ.એસ.સ્‍થિત ગુજરાત પટેલ પ્રગતિ મંડળના શ્રી ચંદ્ર પટેલના પૂજય માતુશ્રી લક્ષ્મીબેન ગાંડાભાઇ પટેલ (ઉ.વ.૭૩)નું દુઃખદ અવસાનઃ વતન કેસલી બિલીમોરા મુકામે ૧૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ અંતિમ શ્વાસ લીધાઃ નવસારી વિભાગ પટેલ સમાજની શ્રધ્‍ધાંજલી

ન્‍યુજર્સીઃ સખેદ જણાવવાનું કે યુ.એસ.ના ગુજરાત પટેલ પ્રગતિ મંડળના લાઇફ ટાઇમ મેમ્‍બર તથા પ્રેસિડન્‍ટ શ્રી ચંદ્ર પટેલના પૂજય માતુશ્રી શ્રીમતિ લક્ષ્મીબેન ગાંડાભાઇ પટેલ (કેસલી ગામ, બિલીમોરા)નું ૧૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ ૭૩ વર્ષની વયે તેમના વતન કેસલી બિલીમોરા મુકામે દુઃખદ અવસાન થયું છે.

તેઓ તેમની પાછળ પુત્ર શ્રી ચંદ્ર  પટેલ તથા ૩ પુત્રીઓ સુશ્રી દેવયાની, સુશ્રી ચારૂલત્તા, તથા સુશ્રી અમિતા સહિત વિશાળ સગા સંબંધીઓ તથા ચાહક વર્ગને વિલાપ કરતા છોડી ગયા છે.

શ્રી ચંદ્ર પટેલ ભારત જઇ પહોંચ્‍યા છે. તથા બીજીમે ૨૦૧૮ના રોજ અમેરિકા પરત ફરશે. તેમનો સંપર્ક મો.નં.૯૦૮-૫૬૫,૦૧૩૦ દ્વારા થઇ શકશે.

સદગતના આત્‍માની શાંતિ માટે તથા પરિવારજનોને સાંત્‍વના આપવા નવસારી વિભાગ પટેલ સમાજ દ્વારા પરમ કૃપાળુ પરમાત્‍માને પ્રાર્થના કરવામાં આવે છે. તેવું મંડળની યાદીમાં જણાવાયું છે.

(10:22 pm IST)
  • દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં ચાર વર્ષ પહેલા માતા અને તેની બન્ને પુત્રીઓની હત્યામાં, ત્રીપલ મર્ડરના કેસમાં ખંભાળિયા કોર્ટે આરોપી રામજાન ઉર્ફે મનન આમદ સોઢાંને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. access_time 8:43 pm IST

  • દિવસ અને રાત પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત ભડકો: છેલ્લા ૫૫ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવો દેશમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા access_time 9:58 pm IST

  • પાટણનાં મીઠીધારીયાલ ગામ પાસે જીપનો થયો ભયંકર અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકોના મોત : ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. access_time 8:43 pm IST