Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

‘‘સ્‍પ્રિંગ કલર એન્‍ડ કલ્‍ચરલ ફેસ્‍ટીવલ'': યુ.એસ.ના સાઉથ બ્રન્‍સીવક, ન્‍યુજર્સી મુકામે આગામી ૨૯ એપ્રિલ રવિવારના રોજ IACFNJ દ્વારા ઉજવાનારો ઉત્‍સવઃ હોલી સેલીબ્રેશન, ડાન્‍સ, લાઇવ ડી જે મ્‍યુઝીક, વેન્‍ડર બુથ્‍સ સહિત વિવિધ મનોરંજન પ્રોગ્રામોની ભરમારઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.સ્‍થિત ‘‘ઇન્‍ડો અમેરિકન કલ્‍ચરલ ફાઉન્‍ડેશન ઓફ સેન્‍ટ્રલ જર્સી'' (IACFNJ)ના ઉપક્રમે આગામી ૨૯ એપ્રિલ ૨૦૧૮ રવિવારના રોજ સાઉથ બ્રન્‍સવીકમાં રીચલર પાર્ક, એન્‍ડ કલ્‍ચરલ ફેસ્‍ટિવલનું આયોજન કરાયું છે. જેનો સમય સવારે ૧૧ વાગ્‍યાથી બપોરે ૩ વાગ્‍યા સુધીનો રહેશે.

કોમ્‍યુનીટીને એક છત્ર હેઠળ એકત્રિત કરી સંગઠિત કરવાના હેતુથી ઉજવાનારા આ હોળી-ધૂળેટી ઉત્‍સવમાં ૩૦૦ ઉપરાંત લોકો ઉમટી પડવાની ધારણા છે છેલ્લા ૨ દસકાથી નોર્થ બ્રન્‍સીવક, ફ્રેન્‍કલીન પાર્ક, પ્રિન્‍સેટોન જંકશન, મોનરો, ઇસ્‍ટ બ્રન્‍સવીક તથા ઇસ્‍ટ એન્‍ડ વેસ્‍ટ વિન્‍ડસોર સહિતના વિસ્‍તારોના યુવા સમુહમાં ખૂબ જ લોકપ્રિય થઇ ચૂકેલા IACFNJના ઉપક્રમે દર વર્ષે ભારતના જુદા જુદા લોકપ્રિય તહેવારો જેવા કે સ્‍વાતંત્ર્ય દિવસ, નવરાત્રિ ગરબા, હોળી-ધૂળેટી, ઉપરાંત પિકનિક હોલી-ડે પાર્ટી સહિતની ઉજવણી થાય છે. જેમાં મ્‍યુઝીક, ડાન્‍સ, તેમજ સાંસ્‍કૃતિ કાર્યક્રમો સહિત વિવિધ આયોજનો કરવામાં આવે છે. જે આબાલ વૃધ્‍ધ સહિતની તમામ ઉંમરના લોકોને ધ્‍યાને લઇને કરાય છે.

૨૯ એપ્રિલના રોજ ઉજવાનાર સ્‍પ્રિંગ ફેસ્‍ટીવલમાં હોલી સેલિબ્રેશન, ધુળેટી,ડાન્‍સ, વેન્‍ડર બુથ્‍સ, લાઇવ ડી જે સહિત વિવિધ મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરાયું છે. નોનપ્રોફિટ IACFNJ આયોજીત આ ઉજવણીને સફળતાપૂર્વક સંપન્‍ન કરાવવા પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલ, ચેરમેન શ્રી હિતેષ પટેલ, વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી મહેશ પટેલ, તથા શ્રી દેવેન પટેલ, સેક્રેટરી શ્રી મેક શાહ, ટ્રેઝરર શ્રી રાજેશ પટેલ, જોઇન્‍ટ સેક્રેટરીસુશ્રી સુરભિ અગ્રવાલ, તેમજ ટ્રસ્‍ટીઓ, તથા એકઝીકયુટીવ કમિટી મેમ્‍બર્સ સહિત વોલન્‍ટીઅર્સ જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમમાં તમામ માટે વિનામુલ્‍યે પ્રવેશ છે પાર્કિગની વ્‍યવસ્‍થા એમ્‍પલ પાર્કીગ ખાતે રાખવામાં આવી છે.

આગામી ૧ જુલાઇ ૨૦૧૮ રવિવારના રોજ મર્સર કાઉન્‍ટી પાર્ક, વેસ્‍ટ પિકનિક એરીયા ખાતે સવારે ૧૧ થી સાંજે ૭ વાગ્‍યા દરમિયાન સમર પિકનિકનું આયોજન કરાયું છે. તથા ૧૯ ઓગ.૨૦૧૮ના રોજ શ્રી સ્‍વામિનારાયણ ટેમ્‍પલ, ઓલ્‍ડ YMCA , ૩૨૯  કલ્‍વર રોડ, મોનમાઉથ જંકશન ખાતે સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્‍યા દરમિયાન ભારતના સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે. વિશેષ જાણકારી માટે www.IACFNJ.org દ્વારા અથવા iacfnj@yahoo.com દ્વારા સંપર્ક સાધવા પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલ Mob. ૮૪૮-૩૯૧-૦૪૯૯ ની યાદીમાં જણાવાયું છે.

(10:19 pm IST)
  • અમેરિકા - ટેનેસીનાં નેશવીલમાં એક વેફલ હાઉસમાં રવિવવારે થયેલ ભયંકર ગોળીબાર કરનાર કથિત નગ્ન હુમલાખોર, ૨૯ વર્ષીય ટ્રાવીસ રેનકિંગને પોલીસે દબોચી લીધો : ગઈકાલની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કુલ ૪ લોકો માર્યા ગયા હતા અને ૪ ઘાયલ થયા હતા : મેટ્રો નેશવીલ પોલીસ ડીપાર્ટમેન્ટે હુમલાખોરની ધરપકડ થયાનું જણાવ્યું હતું access_time 12:02 am IST

  • અહો આશ્ચર્યમ ;ડોનાલ્ડ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની કર્યા વખાણ :ટ્રમ્પએ કહ્યું કિમ અત્યંત આદરણીય વ્યક્તિ છે ;તેઓ બન્ને વચ્ચે વહેલીતકે બેઠક યોજાશે.:અમેરિકા કિમ જોંગની ક્રૂરતા અને છેતરપિંડી માટે લાંબા સમય માટે ટીકા કરી રહ્યું છે,તેવામાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ઉત્તર કોરિયાના નેતાની પ્રશંસા કરતા આશ્ચર્ય ફેલાયું છે access_time 1:29 am IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST