Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

ઇલીનોઇ રાજયના હાઉસમાં સૌ પ્રથમ વખત હિંદુ પ્રાર્થનાનુ કરાયેલુ આયોજનઃ શામ્‍બર્ગ ટાઉનશીપના ટ્રસ્‍ટી અને બાપ્‍સના અગ્રણી નિમિષ જાનીએ શાંતિપાઠની પ્રાર્થના કરીઃ હાઉસના પ્રતિનિધિઓએ ઉષ્‍માભર્યા અભિનંદન આપ્‍યા

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શામ્‍બર્ગ ટાઉનશીપના ટ્રસ્‍ટી અને બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સંસ્‍થાના અગ્રણી કાર્યકર નિમિષ જાનીએ એપ્રીલ માસની ૯મી તારીખના રોજ ઇલીનોઇ રાજયના હાઉસના પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિમાં હિંદુ પ્રાર્થનાની રજુઆત કરી હતી.

આ અંગે જાણવા મળે છે તેમ ઇલીનોઇ રાજયની રાજધાની સ્‍પ્રીંગફીલ્‍ટ ટાઉનમાં આવેલ છે અને નવમી એપ્રીલના રોજ તેની  શરૂઆત હિંદુ પ્રાર્થનાથી થઇ હતી આ વેળા નિમિષ જાનીએ ભારતીય સંસ્‍કૃતિના પાંચ હજાર વર્ષ જુના પુસ્‍તક પ્રણવેદમાં જેનો સમાવેશ કરવામાં આવેલ છે તેવી પ્રાર્થના શાંતિપાઠની સુંદર રીતે રજુઆત કરી હતી પરંતુ તે અગાઉ તેમણે આ પ્રાર્થનાનુ મહત્‍વ સૌને સમજાવ્‍યુ હતુ અને સૌની શાંતિ માટે આવી પ્રાર્થના સૌ પ્રથમ કરવામાં આવે છે એવું તેમણે વધારામાં જણાવ્‍યું હોવું.

ઇલીનોઇ રાજયના ઇતિહાસમાં આ એક અતેરો ઐતિહાસિક સમય હતો કે સૌ પ્રથમ વબતજ આવા પ્રકારની પ્રાર્થનાની રજુઆત થઇ હતી અને ભારતીય સમાજના તમામ લોકો માટે પણ આ એક અત્‍યંત ગૌરવનો વિષય હતો.

શાંતિપાઠની પ્રાર્થના પૂર્ણ થયા બાદ હાઉસના અનેક ચુંટાયેલા પ્રતિનિધિઓ બોચાસણવાસી અક્ષર પુરૂષો તમ સંસ્‍થાના અગ્રણીને મળ્‍યા હતા અને તેમને હાર્દિક અભીનંદન આપ્‍યા હતા અને તેમાં મુખ્‍યત્‍વે મિશાલ મસમેન, જીની આઇવ, ક્રીસ્‍ટીન વિંગર, ટોમ મોરીસન ડેવીડ ઓલ્‍સન તેમજ ડેવીડ હેરીસ હતા.

(10:27 pm IST)