Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

શિકાગો આર્ટ સર્કલના ઉપક્રમે કવિ સંમેલન, કૃષ્‍ણ મારી દ્રષ્‍ટિએ તમજ રોજીંદા જીવનમાં હકારાત્‍મક વલણનો કાર્યક્રમ રજુ થશેઃ મુંબઇના સુપ્રસિધ્‍ધ કવિ હિતેન આનંદપરા, પ્રસિધ્‍ધ વક્‍તા અને હરિન્‍દ્ર દવે એવોર્ડ વિજેતા ભાગ્‍યેશ જહા, તેમજ કવિશ્રી ડો.અશરફ ડબાવાલા હાજરી આપશે

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગો આર્ટ સર્કલના સંચાલકો વિદેશની ધરતી પર ગુજરાતી ભાષા ધબકતી રહે અને ગુજરાતી પરિવારના સભ્‍યો તેનો સારાએવા પ્રમાણમાં લાભ લે તે માટે અનેક પ્રકારની રચનાત્‍મક પ્રવૃતિઓ કરી રહ્યા છે અને આ સંસ્‍થાના ઉપક્રમે એપ્રીલ માસની ૨૧મી તારીખને શનીવારે સાંજના સાડા છ વાગે એરલીંગટન હાઇટ્‍સ ટાઉનમાં આવેલ સ્‍વામીનારાયણ ગુરૂકુલ હોલમાં એક ભવ્‍ય કવિ સંમેલન કૃષ્‍ણ મારી દ્રષ્‍ટિએ તથા રોજીંદા જીવનમાં હકારાત્‍મક વલણને રજુ કરતો એક ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેમાં મુંબઇના પ્રખ્‍યાત કવિ હિતેષ આનંદપરા તથા ગુજરાતના સુપ્રસિધ્‍ધ વક્‍તા અને હરિન્‍દ દવે એવોર્ડ વિજેતા ભાગ્‍યેશ જહા તથા શિકાગોના સુપ્રસિધ્‍ધ કવિઓ ડો અશરફ ડબાવાલા, અબ્‍દુલ વહીદ ઓઝા તેમજ ડો મધુમતી મહેતા હાજરી આપશે.

આ સમગ્ર કાર્યક્રમની વિગતોમાં જાણવા મળે છે તેમ ૨૧મી એપ્રીલને શનીવારે યોજાનારા કાર્યક્રમમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં મુંબઇના સુપ્રસિધ્‍ધ કવિ હિતેન આનંદપરા હાજરી આપશે અને તેઓ આ કવિ સંમેલનનું સંચાલન કરશે તેમજ ગુજરાતના સુપ્રસિધ્‍ધ કવિ તેમજ વકતા ભાગ્‍યેશ જહા પોતાની કવિતાની કૃતિઓ રજુ કરશે અને સમયાંભરે તેઓ કૃષ્‍ણ મારી દ્રષ્‍ટિએ વિષય પર પોતાના મંતવ્‍યો રજુ કરશે. ભાગ્‍યેશ જહાએ નિવૃત IAS ઓફીસર છે પરંતુ  તેમની કાર્ય કરવાની પ્રવૃતિ તેમજ સરકારી વહીવટી તંત્રમાં બહોળો અનુભવ ધરાવતા હોવાથી તેઓ હાલમાં ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીની ઓફીસમાં ઓફીસર ઓન સ્‍પેશીયલ ડયુટી તરીકે ફરજ બજાવે છે તેમની કૃષ્‍ણ મારી દ્રષ્‍ટિએની જે રજુઆત થનાર છે તેનો લાભ સૌ ગુજરાતી પરિવારના સભ્‍યોએ લેવા જેવો છે.

આ પ્રસંગે શિકાગોના જાણીતા કવિ ડો અશરફ ડબાવાલા પોતાની કૃતિઓનો રજુ કરશેજ પરંતુ તેની સાથે સાથે તેઓ રોજીંદા જીવનમાં હકારાત્‍મક વલણ અંગે પોતાના મંતવ્‍યો રજુ કરશે.

કવિ સંમેલનમાં શિકાગોના કવિઓમાં અબ્‍દુલ વહિદ સોઝ તેમજ ડો મધુમતી મહેતા પણ ભાગ લેશે અને તેઓ પોત પોતાની કૃતિઓ આ વેળા રજુ કરશે આ પ્રસંગમાં પ્રવેશ ફી દસડોલર ભોજન સાથેની રાખવામાં આવેલ છે આ અંગેની માહિતી મુકુન્‍દ દેસાઇ ૨૨૪-૭૭૦-૧૨૩૮, નિશા કપાસી ૮૪૭-૭૫૭-૬૩૪૨ તેમજ નિલેશ બ્રહ્મભટ્ટ ૭૭૩-૭૨૭-૪૬૩૫ પાસેથી મળી રહેશે.

(10:26 pm IST)
  • રાજકોટ ના જયુબેલી પમ્પીંગ સ્ટેશન પાસે અચાનક ક્લોરીન ગેસ લીકેજ થયો : આસપાસનાં વિસ્તારના લોકોમાં મચી અફરાતફરી : ફાયરબ્રિગેડની તમે સ્થળ પર પહોચીને સ્થિતી પર કાબુ મેળવ્યો access_time 1:30 pm IST

  • અમરેલી:બીટ કોઈન મામલે એસ.પી.જગદીશ પટેલની ધરપકડ બાદ જીલ્લાની મુખ્ય બે બ્રાન્ચનુ વિસર્જન:એસ.ઓ.જી.બ્રાન્ચ ના 11 પોલીસ કર્મીને અન્ય પોલીસ સ્ટેશનમા કરાઇ બદલી: એલ.સી.બી ના 15 પોલીસ કર્મીના પરત અન્ય પોલીસ સ્ટેશનમા બદલી કરાઈ : ઇન્ચાર્જ એસ.પી.બી.એમ.દેસાઈએ કર્યા ઓડર access_time 1:13 am IST

  • IPL 2018 : લો સ્કોરિંગ મેચમાં પંજાબનો દિલ્હી સામે ચાર રને વિજય : દિલ્હીની સતત પાંચમી હાર, પંજાબની સતત ચોથી જીત : શ્રેયસ ઐય્યરના 57 રન દિલ્હીને જીતાડી શક્યા નહીં : પંજાબે છેલ્લા બોલે દિલ્હીને 4 રને હરાવ્યું access_time 11:45 pm IST