Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી શ્રુતિ ભટ્ટને " કલા રત્ન " એવોર્ડ : કાર્નેટિક મ્યુઝિક ક્ષેત્રે કરાયેલી આરાધનાને બિરદાવતા શ્રી વી.વી.સુન્દરમ

 

ક્લિવલેન્ડ:      યુ.એસ.માં હ્યુસ્ટન ટેક્સાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી શ્રુતિ ભટ્ટને તાજેતરમાં કલા રત્ન એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

     31 માર્ચ 2018ના રોજ ક્લિવલેન્ડ મુકામે યોજાયેલા 41માં વાર્ષિક ક્લિવલેન્ડ તારીગરાજ આરાધના પ્રોગ્રામ અન્વયે સુશ્રી શ્રુતિ ભટ્ટને કાર્નેટિક મ્યુઝિક ક્ષેત્રે એવોર્ડ એનાયત કરાયો હતો.જે 35 વર્ષથી નીચેની ઉંમરના કલાકારોને આપવામાં આવે છે.

     તકે ક્લિવલેન્ડ તારીગરાજ આરાધના કો ફાઉન્ડર શ્રી વી વી સુન્દરમે સુશ્રી શ્રુતિ ભટ્ટની કાર્નેટિક મ્યુઝિક ક્ષેત્રની આરાધનાને બિરદાવી તેમનું નામ બોર્ડ દ્વારા સર્વાનુમતે મંજુર થયું હોવાનું જણાવ્યું હતું.તથા તેઓને ભવિષ્યના કાર્નેટિક સ્ટાર ગણાવ્યા હતા.તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(11:17 pm IST)