Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

‘‘ઇન્‍ડો અમેરિકન ચેરીટી ફાઉન્‍ડેશન (IACF)'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં વંચિત પ્રજાજનોની સેવાઓ માટે છેલ્લા ૩ દાયકાથી કાર્યરત સંસ્‍થાઃ ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ પાંચ કિ.મી.ની વોકથોન દ્વારા ૧૫૦૦૦ ડોલરનું ફંડ ભેગુ કરી દીધુ

હયુસ્‍ટનઃ યુ.એસ.માં હયુસ્‍ટન સ્‍થિત ઇન્‍ડો અમેરિકન ચેરીટી ફાઉન્‍ડેશન (IACF)ના ઉપક્રમે ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ અંતર્ગત ‘‘આઇ વોક આઇ કેર'' નામ સાથે પાંચ કિ.મી વોક થોનનું આયોજન કરાયુ હતું.

છેલ્લા ૩ દસકાથી ઇન્‍ડો અમેરિકન કોમ્‍યુનીટીના જરૂરીયાતમંદ લોકોને શિક્ષણ તથા આરોગ્‍ય સહિત તમામ પ્રકારની સેવાઓ આપવા માટે કાર્યરત IACFનો હેતુ દાતાઓને ડોનેશન આપતા રહેવા માટે પ્રેરણાં આપવાનો છે. જે માટે ‘‘વી લીવ હીઅર વી ગીવ હીઅર'' સૂત્ર અમલી બનાવાયુ છે.

IACF આયોજીત પાંચ કિ.મી.ની વોક.થોનમાં ઇન્‍ડિયન ડોકટર્સ એશોશિએશન (IDA) તથા ઇન્‍ડિયન ડોકટર્સ કલબ  ચેરીટી કિલનિક (IDCCC)નો સહયોગ સાંપડયો હતો. તેમજ ૧૫૦૦૦ ડોલરનું ફંડ ભેગુ થઇ શકયુ હતું. તેવું ત્‍ખ્‍ફ દ્વારા જાણવા મળે છે.

(10:59 pm IST)