Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

‘‘લેસ્‍બીઅન,ગે,બાઇસેકસ્‍યુઅલ એન્‍ડ ટ્રાન્‍સઝેન્‍ડર (LGBT)'': ભારતમાં LGBTને સમાજનો માનભર્યો હિસ્‍સો ગણાવવા કાર્યરત સંસ્‍થા ‘લક્ષ્ય ટ્રસ્‍ટ'ના લાભાર્થે ન્‍યુયોર્કમાં ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયો

ન્‍યુયોર્કઃ ગુજરાતના વડોદરામાં લેસ્‍બીઅન, ગે,બાઇસેકસ્‍યુઅલ, તથા ટ્રાન્‍સઝેન્‍ડર લોકોને પણ સમાજના એક હિસ્‍સા તરીકે ગણી માનભર્યુ સ્‍થાન અપાવવા માટે કાર્યરત ‘‘લક્ષ્ય ટ્રસ્‍ટ''ના લાભાર્થે તાજેતરમાં યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૮ માર્ચ ૨૦૧૮ના રોજ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.

આ  પ્રકારનો સૌપ્રથમ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ હયુમન રાઇટસ એકટીવિસ્‍ટ શ્રી જોશુઆ પટેલ દ્વારા આયોજીત કરાયો હતો. જેને ‘‘ઇકવાલીટી ઇન ઇન્‍ડિયા'' નામ અપાયુ હતુ. જેમાં પ્રિન્‍સ માનવેન્‍દ્રસિંહનો વીડિયો મેસેજ તથા ઇન્‍ડો કરેબિઅન ડન્‍સર ઝમનનો ડાન્‍સ દર્શાવાયો હતો. પ્રોગ્રામમાં ૭ હજાર ડોલરનું ફંડ ભેગુ થયુ હતુ. જે તમામ રકમ લક્ષ્ય ટ્રસ્‍ટને મોકલી અપાશે.

(9:47 pm IST)