Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ઇન્‍ટરનેશનલ મેથ કોમ્‍પીટીશનમાં ૨ ઇન્‍ડિયન અમેરિકન હાઇસ્‍કૂલ સ્‍ટુડન્‍ટસનો દબદબોઃ પ્રથમ વિજેતા બનેલી યુ.એસ.ની ટીમમાં સ્‍વપ્‍નીલ ગર્ગ તથા મિહિર સિંઘલએ કૌવત દેખાડયું

કેલિફોર્નિયાઃ ફેબ્રુ.૨૦૧૮ના અંત ભાગમાં યોજાઇ ગયેલી રોમાનિઅન માસ્‍ટર ઓફ મેથેમેટીકસ કોમ્‍પીટીશનમાં પ્રથમ સ્‍થાન મેળવનાર યુ.એસ.ઇન્‍ટરનેશનલ મેથ ઓલમ્‍પિઆડ ટીમમાં ૨ ઇન્‍ડિયન અમેરિકન હાઇસ્‍કુલ સ્‍ટુડન્‍ટ પણ શામેલ હતા. ૯૩ પોઇન્‍ટ સાથે પ્રથમ વિજેતા બનેલી આ ટીમમાં શામેલ ૨ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસમાં સ્‍વપ્‍નિલ ગર્ગ તથા મિહિર સિંઘલનો સમાવેશ થાય છે. ટીમને ૨ ગોલ્‍ડ તથા ૧ સિલ્‍વર મેડલ મળ્‍યા હતા.

સ્‍વપ્‍નીલ ગર્ગ સાન જોસ, કેલિફોર્નિયામાં આવેલી હંકર સ્‍કૂલ તથા મિહિર સિંઘલ પાલો આલ્‍ટો કેલિફોર્નિયામાં આવેલી પાલો હાલ્‍ટો હાઇસ્‍કુલમાં સિનીયર સ્‍ટુડન્‍ટ છે. 

(9:46 pm IST)