Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

યુ.એસ.માં મેરીલેન્‍ડ કાઉન્‍સીલની રેસમાંથી સુશ્રી શ્રુતિ ભટનાગર બહારઃ મેચીંગ ફંડ ભેગુ નહીં થતા ચૂંટણી લડવા માટે અયોગ્‍ય ગણાવાયા

મેરીલેન્‍ડઃ યુ.એસ.માં કેલિફોર્નિયાની મોન્‍ટગોમેરી કાઉન્‍ટીમાં કાઉન્‍ટીમાં કાઉન્‍સીલર તરીકે ચૂંટણી લડી રહેલા ઇન્‍ડિયન અમેરિકન મહિલા ઉમેદવાર સુશ્રી શ્રુતિ ભટનાગર સહિત પાંચ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે જરૂરી મેચીંગ ફંડ નહીં મેળવી શકવા બદલ અયોગ્‍ય ગણાવાયા છે.

મેચીંગ ફંડની જોગવાઇ મુજબ ઉમેદવારે કાઉન્‍ટીમાં વસતા ઓછામાં ઓછા ૨૫૦ લોકો પાસેથી ઓછામાં ઓછુ ૨૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરેલુ હોવુ જોઇએ. જે સુશ્રી શ્રુતિ સહિત પાંચ ઉમેદવારો ભેગુ નહીં કરી શકતા તેમની ઉમેદવારી યોગ્‍ય ગણવામાં આવી નથી. જો કે સુશ્રી શ્રુતિએ જણાવ્‍યા મુજબ તેમના એટર્ની આ અંગે સ્‍ટેટ બોર્ડ સાથે મસલત કરી રહ્યા હોવાનું જણાવાયું હતું.

 

(10:29 pm IST)