Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા ઇન્ડિયન અમેરિકન મતદારોના મતો અંકે કરવા માટે : અમેરિકન મીડિયામાં ચર્ચા

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાનો હેતુ કોઈ વિશેષ  ધંધાકીય કે અન્ય વ્યાપાર કરાર માટે નહીં પરંતુ અંદરખાને તેઓ અમેરિકામાં વસતા ભારતીય મૂળના 35 લાખ જેટલા મતદારોના મતો અંકે કરવાનો પ્રયાસ છે તેવું સ્થાનિક સમાચાર પત્રોના અમુક કોલમિસ્ટોએ નિવેદન કર્યું છે.તેમની આ યાત્રા ભારે ચર્ચાનો વિષય બની છે.
ઉલ્લેખનીય છે કે ભારત આવતા પહેલા તેમણે કોઈ વ્યવસાયિક હેતુ વિષે ચોખવટ કરવાનું ટાળ્યું હતું તથા મોદીને પોતાના મિત્ર ગણાવ્યા હતા.

(12:04 pm IST)