Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

અમેરિકામાં ન્યુજર્સી સ્થિત ગુજરાતના વતની શ્રી બાબુભાઇ જી.પટેલનું 22 જાન્યુઆરીના રોજ 65 વર્ષની વયે દુઃખદ અવસાન : સ્મશાનયાત્રા આવતીકાલ 25 જાન્યુઆરી શનિવારે : પ્રાર્થનાસભા 26 જાન્યુઆરી રવિવારના રોજ


દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં ન્યુજર્સી સ્થિત ગુજરાતના વતની શ્રી બાબુભાઇ જી.પટેલનું 22 જાન્યુઆરીના રોજ 65 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે.તેઓ પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્ટી ડંભર ગામના વતની  શ્રી ભરતભાઈ આર પટેલ તથા શ્રી નિરંજનભાઈ આર પટેલના બ્રધર ઈન લો હતા.
છેલ્લા 20 વર્ષથી જર્સી સીટી અને બાદમાં પીસકાટાવે ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા શ્રી બાબુભાઈના લગ્ન  ડંભર ગામના વતની સુશ્રી ઇલાબેન પટેલ સાથે થયા હતા.તેમને 3 પુત્રો શ્રી મિતેશભાઈ પટેલ ,શ્રી તેજસભાઈ પટેલ તથા શ્રી દીક્ષિતભાઈ પટેલ તથા 3 ગ્રાન્ડ ચીલ્ડરન છે.સમગ્ર પરિવાર નવસારી વિભાગ પટેલ સમાજના લાઈફ મેમ્બર છે.
સદ્દગતની સ્મશાનયાત્રા આવતીકાલ 25 જાન્યુઆરી શનિવારે હોલી ક્રોસ સેમેટરી 840 ક્રેનબરી સાઉથ રિવર રોડ ,જેમ્સબર્ગ ન્યુજર્સી મુકામે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન રાખવામાં આવેલ છે.તથા પ્રાર્થનાસભા 26 જાન્યુઆરી રવિવારે બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન 12 ,ફ્રેન્કલીન સ્ટ્રીટ ,પીસકાટાવે ન્યુજર્સી મુકામે રાખેલ છે.
વિશેષ માહિતી શ્રી તેજસ પટેલ  201-253-8406 અથવા શ્રી દીક્ષિત પટેલ 732-983-2571 અથવા શ્રી ભરતભાઈ પટેલના કોન્ટેક ન.201-600-0784 દ્વારા મળી શકશે
સદગતના પરમ પવિત્ર આત્માની શાંતિ માટે નવસારી વિભાગ પટેલ સમાજે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે પરિવાર જનોને આશ્વાશન પાઠવ્યું છે તેવું પટેલ પ્રગતિ મંડળની યાદી દ્વારા જાણવા મળે છે.

(4:14 pm IST)