Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વિદેશ અભ્યાસ કરવા જતા ભારતના સ્ટુડન્ટ્સ માટે યુ.કે.અને આયર્લેન્ડ હોટ ફેવરિટ : અભ્યાસની શ્રેષ્ઠ સુવિધા ,સારું વાતાવરણ ,ભારતીયોની વધુ સંખ્યા ,ઉપરાંત અભ્યાસ પૂરો કર્યા પછી વધુ વળતર સાથે નોકરીની તકો

લંડન : ઉચ્ચ અભ્યાસ કરી સ્થાયી થવા માટે ભારતીય સ્ટુડન્ટ્સનો અમેરિકા તરફનો ઝોક ઘટી રહ્યો છે.આ દેશની નવી નીતિઓના કારણે અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ વર્ક વિઝા અને નાગરિકત્વ મળવા અંગે ઘટી રહેલી શક્યતાઓ વચ્ચે ભારતીય સ્ટુડન્ટ્સ યુ.કે.અને  આયર્લેન્ડ ઉપર પસંદગી ઉતારી રહ્યા હોવાનું જાણવા મળે છે.

આ માટેના કારણોમાં મુખ્યત્વે અભ્યાસની શ્રેષ્ઠ સુવિધા ,સારું વાતાવરણ ,ભારતીયોની વધુ સંખ્યા ,ઉપરાંત અભ્યાસ પૂરો કર્યા પછી વધુ વળતર સાથે નોકરીની તકો કારણભૂત છે.

(11:21 am IST)