Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

' કીર્તન ભક્તિ ' : 25 ડિસેમ્બર શુક્રવારના રોજ ધનુર્માસ અને મોક્ષદા એકાદશી નિમિતે યોજાનારો કાર્યક્રમ : SGVP ગુરુકુળ કેનેડાના ઉપક્રમે આયોજિત ઓનલાઇન કાર્યક્રમ ફેસબુક તથા યુ ટ્યુબ ઉપર જોવાનો લહાવો


દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી :  ધનુર્માસ અને મોક્ષદા એકાદશી નિમિત્તે 25 ડિસેમ્બર શુક્રવારના રોજ SGVP ગુરુકુળ કેનેડાના ઉપક્રમે ' કીર્તન ભક્તિ ' ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ફેસબુક તથા યુ ટ્યુબના માધ્યમથી પ્રસારિત થનારા આ કાર્યક્રમનો સમય રાત્રે 8-30 ( EST )  કલાકનો રહેશે.જે www.sgvp.ca દ્વારા નિહાળી શકાશે.જેમાં ગાયક તરીકે શ્રી વિજય ભરાડ સેવાઓ આપશે.તેવું ગુરુકુળની યાદી દ્વારા જાણવા મળે છે.

(7:08 pm IST)