Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

હોલીડે સીઝન દરમિયાન જરૂરિયાતમંદ બાળકોના મુખ ઉપર સ્મિત લાવવાનો પ્રશંસનીય પ્રયાસ : અમેરિકાના વેસ્ટ વિન્ડસર પ્લેઈનસબરો એજ્યુકેશન ફાઉન્ડેશને ' ટોટસ એન્ડ ટોય્સ ' અભિયાનમાં સહકાર આપ્યો

દિપ્તીબેન જાની દ્વારા, ન્યુજર્સી :  અમેરિકાના વેસ્ટ વિન્ડસર પ્લેઈનસબરો એજ્યુકેશન ફાઉન્ડેશન  ( WWPEF ) એ  ' ટોટસ એન્ડ ટોય્સ ' અભિયાનમાં સહકાર આપી હોલીડે સીઝન દરમિયાન જરૂરિયાતમંદ બાળકોના મુખ ઉપર સ્મિત લાવવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો.

1995 ની સાલમાં સ્થપાયેલ  WWPEF નોનપ્રોફિટ ચેરીટેબલ ઓર્ગેનાઇઝેશન  છે.જેને આપવામાં આવતું ડોનેશન કરમુક્ત છે.જેણે  અત્યાર સુધીમાં સ્કૂલોના દરેક ગ્રેડના અભ્યાસક્રમ માટે 4 લાખ 25 હજાર ડોલરની સહાય કરી છે.વર્તમાન કોવિદ -19 સંજોગોમાં સ્કૂલોના શિક્ષકોને વર્ચ્યઅલ અભ્યાસક્રમ સાથે સ્ટુડન્ટ્સને મનોરંજન પણ મળી રહે  મળે તે માટે સ્પેશિઅલ ગ્રાન્ટ ફાળવી છે.તેમજ જરૂરિયાતમંદ લોકોને માસ્ક વિતરણ ,પોલીસ તથા ફાયર ડિપાર્ટમેન્ટ , પ્રિન્સેટોંન મેડિકલ સેન્ટર , તથા ફ્રન્ટલાઈન વર્કર્સને પીઝા પહોંચાડવા ,સ્ટુડન્ટ્સને મ્યુઝિક ,લાઈવ શો ,આર્ટસ તથા ક્રાફ્ટ્સ લાઈવ શો દ્વારા મનોરંજન પૂરું પાડવું તથા   ' ટોટસ એન્ડ ટોય્સ ' અભિયાન દ્વારા જરૂરિયાતમંદ બાળકોના મુખ ઉપર સ્મિત લાવવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. જે અંતર તદ્દન નવા રમકડાંનું ડોનેશન મેળવી જરૂરિયાતમંદ બાળકોને પહોંચાડવામાં આવ્યા હતા. તથા તેમના સ્થળ ઉપર જઈ ફૂડ વિતરણ કર્યું હતું.

ફાઉન્ડેશન સંચાલિત યુથ કમિટી દ્વારા સિનિયરોના માર્ગદર્શન સાથે કરાતી  વિવિધ સેવાકીય પ્રવૃતિઓ વિષે  youthcommittee@wwpeducationfoundation.org દ્વારા વિશેષ માહિતી મેળવી શકાય છે.કમિટી દ્વારા સ્ટુડન્ટ્સને સાયન્સ ,ટેક્નોલોજી ,એન્જીનીઅરીંગ ,તથા મેથેમેટિક અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ફાઉન્ડેશન  દ્વારા દર વર્ષે મેથ્સ  ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે.આગામી ફેસ્ટિવલ 30 તથા 31 જાન્યુઆરી 2021 ના રોજ યોજાશે.તેવું WWPEF પ્રેસિડન્ટ શ્રી અશિમા સક્સેનાના અહેવાલ દ્વારા ડો.તુષાર બી. પટેલની યાદી દ્વારા જાણવા મળે છે.

(9:09 pm IST)