Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

' લીડરશીપ ઈન વિમેન એમ્પાવરમેન્ટ એવોર્ડ ' : ઇન્ડિયન મેડિકલ એશોશિએશન ઓફ ન્યુ ઇંગ્લેન્ડના ઉપક્રમે વર્ચ્યુઅલ વાર્ષિક પ્રોગ્રામ યોજાયો : મહિલાઓના પ્રશ્ને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ડો.મંજુ શેઠનું બહુમાન કરાયું

ન્યુ ઇંગ્લેન્ડ : તાજેતરમાં 12 ડિસેમ્બરના રોજ ઇન્ડિયન મેડિકલ એશોશિએશન ઓફ ન્યુ ઇંગ્લેન્ડ ( IMANE )  ના ઉપક્રમે વર્ચ્યુઅલ વાર્ષિક પ્રોગ્રામ યોજાયો હતો. જે અંતર્ગત મહિલાઓના પ્રશ્ને વિશિષ્ટ યોગદાન આપવા બદલ  ડો.મંજુ  શેઠનું સુપ્રતિષ્ઠિત એવોર્ડ આપી બહુમાન કરાયું હતું.

 ઇન્ડિયન મેડિકલ એશોશિએશન ઓફ ન્યુ ઇંગ્લેન્ડ ( IMANE ) 1978 ની સાલથી સ્થપાયેલું યુ.એસ.નું સૌથી જુના એશોશિએશન માંહેનું એક છે.જે ન્યુ ઇંગ્લેન્ડમાં વસતા  ભારતીય મૂળના તબીબોનું સંગઠન છે.

જેના નેજા હેઠળ ચલાવાયેલ ડો.મંજુ શેઠ ,ડો.દીપા ઝવેરી ,તથા સુશ્રી શાલીન શેઠ સંચાલિત  વિમેન એમ્પાવરમેન્ટ ઝુંબેશ અંતર્ગત મહિલાઓના આરોગ્ય ,લાઈફ સ્ટાઇલ ,બિઝનેસ ,ટેક્નોલોજી ,આર્ટ ,સહીત વિવિધ ક્ષેત્રે વેબિનાર તથા સંપર્ક દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી.ઉપરાંત વર્તમાન કોવિદ -19 સંજોગોમાં મહિલાઓએ પોતાના સ્વપ્ન કેમ સાકાર કરવા તે અંગે ડો.મંજુ શેઠે માર્ગદર્શન આપ્યું હતું.તથા એલર્જી ,પોષણ ,સુખાકારી ,દાંતની ચિકિત્સા ,સ્તન કેન્સર ,સહિતના જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો દ્વારા સુવિધાઓ પુરી પાડી હતી.જેને  IMANE પ્રેસિડન્ટ ડો.ધ્રુમિલ શાહે બિરદાવેલ.

ડો.મંજુ શેઠ ફિઝિશિયન છે.તેઓ એશિયન ટાસ્કફોર્સ અગેઈન્સ્ટ ડોમેસ્ટિક વાયોલન્સના બોર્ડ મેમ્બર છે.બોર્ડ સર્ટિફાઈડ ઈંટરનીસ્ટ છે.હાલમાં મેસેચ્યુએટના બોસ્ટન રીજીયનમાં બેથ ઇઝરાયેલ લહે હોસ્પિટલમાં સેવાઓ આપી રહ્યા છે.તેઓ ' સાહેલી ' ના ચેરપર્સન છે.તેવું શ્રી અજય ઘોષના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(2:41 pm IST)