Gujarati News

Gujarati News

News of Friday, 18th December 2020

' ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા સ્ટડીઝ ' : ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન વારસો જાળવી રાખવા કાર્યરત ઓર્ગેનાઇઝેશન : આવતીકાલ 19 ડિસેમ્બર શનિવારના રોજ ઈન્ડો અમેરિકન હેરિટેજ ડે ની વર્ચ્યુઅલ ઉજવણી : વિનામૂલ્યે જોડાવાની તક

હ્યુસ્ટન :   ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન વારસો જાળવી રાખવા 15 વર્ષથી  કાર્યરત ' ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા સ્ટડીઝ ' ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે સતત ત્રીજા વર્ષે ઈન્ડો અમેરિકન હેરિટેજ ડે ની  ઉજવણી કરાશે.જે વર્ચ્યુઅલ કરાશે .

ઉજવણી અંતર્ગત ઇન્ડિયન હેરિટેજ થ્રુ કુઝિન ,ક્લચર એન્ડ સ્પાઈસીસ શીર્ષક  હેઠળ ભારતીય ભોજન, સંસ્કૃતિ અને મસાલાઓ વિષે  મુસાફર રેસ્ટોરન્ટના એક્ઝિક્યુટિવ ચેફ મયંક ઇસ્ત્વાલ દ્વારા આકર્ષક, ઇન્ટરેક્ટિવ રજૂઆત કરવામાં આવશે.જેનો ઓનલાઇન સમય સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાનનો રહેશે.જે યુ.એસ.સેન્ટ્રલ ટાઈમ મુજબ રહેશે.જે અંતર્ગત રેસિપીની સમજણ આપવા ઉપરાંત પ્રશ્નોત્તરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓનલાઇન ઉજવણીમાં વિનામૂલ્યે જોડાઈ શકાશે . જે માટે  નિશ ભાન અથવા ક્રિષ્ના વવિલાલના કોન્ટેક નં 832-474-8561 અથવા 713-795-5169 દ્વારા અથવા https://foundationforindiastudies.org/istwal અથવા ફ્લાયર ઉપર ક્લિક કરાવી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.તેવું આઇએએન દ્વારા જાણવા મળે છે.

(2:07 pm IST)