Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

''વેટરન્સ ઓફ ઇન્ડિયા'': અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોના બે એરીયામાં સ્થાયી થયેલા ભારતના નિવૃત જવાનોનું સંગઠનઃ પરિવાર સાથે વાર્ષિક દિન ઉજવ્યો

સાન ફ્રાન્સિસ્કોઃ કેલિફોર્નિયાઃ ભારતના સંરક્ષણ વિભાગમાં ફરજ બજાવી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો બે એરીઆમાં સ્થાયી થયેલા નિવૃત જવાનોના સંગઠન ''વેટરન્સ ઓફ ઇન્ડિયા''નો ૨૦મો વાર્ષિક દિન તાજેતરમાં ૯ નવેં.ના રોજ ઉજવાઇ ગયો.

૧૦ મેમ્બરથી શરૂ કરાયેલા આ ગૃપની સંખ્યા તેમના પરિવાર સહિત ૧૦૦ ઉપરાંત થઇ જવા બદલ ગૃપના ફાઉન્ડર શ્રી કર્નલ શ્રી રૂપીન્દર સિંઘએ ખુશી વ્યકત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ ગૃપ દ્વારા દર ૩ મહિને સામાજીક પ્રવૃતિના હેતુ સાથે સંમેલન યોજાય છે.

(6:48 pm IST)