Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

‘‘AIM ફોર SEVA'':યુ.એસ.ની નોન પ્રોફિટ સંસ્‍થા દ્વારા ભારતના વંચિત બાળકો માટે ૨ સ્‍કૂલોનું નિર્માણ કરાશેઃ મધ્‍યપ્રદેશ તથા કર્ણાટકમાં શરૂ થનારી સ્‍કૂલો માટે ઇન્‍ડિયન અમેરિકન સોફટવેર એન્‍જીનીયર શ્રી જુગલકિશોર તથા તેમના પત્‍ની શ્રીમતિ વિમલા કિશોર દ્વારા પાંચ લાખ ડોલરનું ડોનેશન

પંજાબઃ યુ.એસ.સ્‍થિત નોનપ્રોફિટ AIM ફોર SEVAના ઉપક્રમે ભારતના મધ્‍યપ્રદેશ તથા કર્ણાટકમાં મળી ૨ સ્‍કૂલ બાંધી આપવામાં આવશે. બે માળનું બિલ્‍ડીંગ ધરાવતી આ સ્‍કૂલમાં એક હજાર વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી શકશે.

ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને પણ શ્રેષ્‍ઠ અને ઉચ્‍ચ શિક્ષણ મેળવવાનો જન્‍મજાત અધિકાર છે. તેવી ભાવના સાથે શરૂ થનારી આ બન્‍ને સ્‍કૂલ માટે યુ.એસ.માં સાન ફ્રાન્‍સિસ્‍કો બે એરિયામાં રહેતા ઇન્‍ડિયન અમેરિકન સોફટવેર એન્‍જીનીયર શ્રી જુગલ કિશોર તથા તેમના પત્‍ની શ્રીમતિ વિમલા કિશોર દ્વારા અપાયેલા પાંચ લાખ ડોલરના ડોનેશનથી શરૂ થશે. જેનું ભૂમિપૂજન ૨૫ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ થશે.

આ અગાઉ પણ આ દંપતિએ ૨૦૧૨ની સાલમાં ભારતના રેડક્રોસને પાંચ લાખ ડોલરનું ડોનેશન આપી માતુશ્રીના વતન પંજાબમાં હેન્‍ડીકેપ્‍ટ બાળકો માટે માતુશ્રીની સ્‍મૃતિમાં બિશનદેવી ભંડારી સોમપુરન આનંદ ભવન બંધાવી આપ્‍યું હતું. જેમાં ૨૦૦ જેટલા બાળકો અભ્‍યાસ કરી રહ્યા છે આ ઉપરાંત અન્‍ય દાતાઓએ પણ જુદી જુદી રકમના ડોનેશન આપ્‍યા હતા. 

(8:39 pm IST)