Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

યુ.એસ.માં લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટીના ઉપક્રમે ૯ નવેં.૨૦૧૯ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાયો

લોંગ આઇલેન્ડઃ છેલ્લા રર વર્ષથી કોમ્યુનીટી સેવા માટે કાર્યરત યુ.એસ.માં લોંગ આઇલેન્ડ ગુજરાતી કલ્ચરલ સોસાયટીના ઉપક્રમે ૯ નવેં.૨૦૧૯ના રોજ ગ્રાન્ડ દિવાળી ઉત્સવ ઉજવાઇ ગયો જેમાં ૨૫૦ ઉપરાંત કમેમ્બર્સ હાજર રહ્યા હતા.

ઉજવણી અંતર્ગત ઉપસ્થિત સભ્યોએ પરસ્પર નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પ્રાર્થના તથા ડાન્સના પ્રોગ્રામ યોજાયા હતા. આ તકે સ્ટેટ સેનેટર કેવિન થોમસ, નાસ્સાઉ કાઉન્ટી પૂર્વ ડેપ્યુટી કન્ટ્રોલર શ્રી દિલીપ ચૌહાણ હાજર રહ્યા હતા જેમનું બહુમાન કરાયું હતું.

સોસાયટી પ્રેસિડન્ટ શ્રી વિજય શાહએ ઓફિસર્સ, એકઝીકયુટીવ મેમ્બર્સ, સિનીઅર સિટીઝન ફોરમ કમિટી, વીમેન્સ વિન્ગ સહિત સહયોગ આપનાર તમામના પુરૂષાર્થને બિરદાવ્યો હતો. તથા નવા વર્ષમાં સહુના જીવનમાં પ્રકાશ તથા ઉજાસ પથરાય તે માટે શુભેચ્છા પાઠવી હતી ડીનરનું આયોજન કરાયું હતું. તથા LIGCS સેક્રેટરી શ્રી પરેશ રાવલની જહેમતની સરાહના કરી હતી.

શ્રી દિલીપ ચૌહાણએ કરેલા ઉદબોધનમાં મતદાનનું મહત્વ સમજાવ્યું હતું તથા શ્રી વિજય શાહ, શ્રી પરેશ રાવલ, શ્રી ભદ્રેશ આચાર્ય સહીત સહુ કમિટી મેમ્બર્સનો આભાર માની નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી તેવું શ્રી દિલીપ ચૌહાણની યાદી જણાવે છે.

(7:59 pm IST)
  • મહારાષ્ટ્ર્ના રાજભવનમાં લગાવી આરટીઆઈ :શુક્રવાર બપોરે ત્રણ વાગ્યાથી શનિવાર સવારે આઠ વાગ્યા સુધીનો અરજીકર્તાએ માંગ્યો રેકોર્ડ : આરટીઆઇમાં આ સમય દરમિયાન આવનારા લોકોની યાદી માંગી : આવનાર વાહનોની પણ જાણકારી માંગી છે access_time 1:05 am IST

  • મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમમાં તપાસ એજન્સીઓની કોઈ ભૂમિકા નથી : ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલે કહ્યું કે મહારાષ્ટ્રમાં એનસીપી નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીની તપાસ હાલની રાજનીતિક ઘટના સાથે કોઈ લેવાદેવા નથી : કોર્ટ અને તપાસ એજન્સીઓ સબંધિત મામલે પોતાના સ્તરે કાર્યવાહી કરે છે : આ પહેલા શિવસેનાના સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે અજિત પવારને બ્લેકમેલ કરાયા છે access_time 1:08 am IST

  • અજીત પવાર સાથે એનસીપીના પ૪ માંથી ૩પ ધારાસભ્યો હોવાનો દાવોઃ સહી સાથેનો પત્ર પણ અજીત પવાર પાસે access_time 11:44 am IST