Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

" દિવાળી મહોત્સવ અભિવ્યક્તિ : અમેરિકાના ઓરેન્જ કાઉન્ટી કેલિફોર્નિયામાં ગુજરાતી સિનિયર ફ્રેન્ડ સર્કલ (GSFC ) દ્વારા દેવદીવાળી ઉત્સવ ઉજવાયો સર્ઘન

કેલિફોર્નિયા : સર્ઘન કેલીફોર્નિયાનાં ઓરેન્જ કાઉન્ટીમાં કાર્યરત '' ગુજરાતી સિનિયર ફ્રેન્ડ સર્કલ (GSFC ) દ્વારા દેવદીવાળીના પાવન પર્વ નિમિત્તે "દીવાળી મહોત્સવ અભિવ્યક્તી " ના વિચાર ઉપર  આનંદોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આ માટે સવારે ૧૧-00 કલાકે સર્વ સિનિયર સભ્યો ના અર્વાઈન શ્રીનાથજી હવેલી ખાતે આગમન બાદ સભાના સંચાલક શ્રી ગુણવંતભાઈ પટેલે સૌને આવકારી નવા વર્ષના અભિનંદન પાઠવ્યા. શ્રી દુષ્યંતભાઈ પટેલ દ્વારા કાર્યક્રમની રુપરેખા આપવામાં આવી અને સર્વે સભ્યોને તથા મહેમાનોને આવકાર આપ્યો. શ્રી હર્ષદરાય શાહે ત્યાર બાદ નો દોર સંભાળ્યો... આજના મુખ્ય કાર્યક્રમમાં શ્રી ભાનુંભાઈ પંડયા મારફતે જ્યોતિષ વિદ્યા અને જન્મ કુંડળી ઉપર વ્યકતવ્ય આપવામાં આવેલ અને જીણવટ થી કુંડળીની રચના અને તેના ૧૨ ર્ગુહ ની માહિતી તથા લાભાલાભ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ ... આ અંગે સભ્યો તરફથી પુછવામાં આવનાર પ્રશ્નો ના સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યા હતા.

આજના પ્રસંગની વિશેષતા રુપે શ્રી હર્ષદરાય શાહ તરફથી દુનિયાના વિવિધ દેશો તરફથી સ્વ.પ્રીન્સેસ ડાયેનાના માનમાં બહાર પાડવામાં આવેલ પ્રથમ દિવસીય પોસ્ટલ સ્ટેમ્પ જેમાં ૯૯ દેશો નો સમાવેશ થાય છે એવા સુંદર અને આકર્ષક રીતે ગોઠવાયેલ પોસ્ટલ સ્ટેમ્સ આલબમ્ બતાવવામાં આવેલ જે જોઇને સૌ આનંદ વિભોળ થયા હતા... ત્યાર બાદ દેવ દીવાળીના પર્વ નિમિત્તે રમાડવામાં આવે રમત નો ડોર શ્રીમતિ ભારતીબેન પટેલે સંભાળ્યો હતો " દીવાળી પર્વ અભિવ્યક્તી " નીચે બે ટીમ બનાવવામાં આવી હતી.... અને રમત રમાડવામાં આવેલ જેમાં ભાગ લેનાર અને જોનાર સૌ ને ખૂબ આનંદ આવ્યો હતો... ત્યાર બાદ ગીત અને ગરબાનો સમય આવ્યો હતો..જત હવેલીના મુખ્યાજી શ્રી પંકજભાઈ તથા નેહાબેનના આશિર્વાદ અને અભિનંદન સાથે પ્રથમ  હાજર સૌ દંપતીને અર્પણ કરાયું ગીતના શબ્દો હતા " જબ કોઈ બાત બીગડ જાયે કોઈ મુશ્કીલ આ જાયે '' ના તાલ પર સૌ ઝુમી ઉઠયા.... ત્યાર બાદ વરઘોડો વરઘોડો  શ્રીનાથજીનો વરઘોડો.... નેહાબેન અને પંકજભાઈ ખૂબજ સુરીલા કંઠે ગાયું જેમાં હાજર સૌ માંથી ઘણા બધા તાનમાં આવી ગયા અને ઉભા થઈ ગરબામાં જોડાયા હતા... આ તબક્કે પ્રસિધ્ધ રેડીયો કલાકાર અને ભજનિક શ્રી અરવિંદભાઈ જોષી અને રેખાબેન દવે દ્વારા '' કસુંબીનો રંગ " એમના પહાડી સ્વરમાં સાંભળીને સૌ ભાવવિભોર  બન્યા..હવેલીના સંસ્થાપક શ્રીમતિ હંસાબેન તથા શ્રી નરેનભાઈ એ સૌને અભિનંદન પાઠવ્યા... અને અવા સુંદર કાર્યક્રમ વારંવાર યોજવા માટે હવેલી માં આમંત્રણ પાઠવ્યું...આજના આ કાર્યક્રમ માં લગભગ ૬0 સભ્યો હજર રહ્યા હતા.

         આજના પ્રસંગના ફૂડ સ્પોન્સરર શ્રી મહેન્દ્રપુરી અને લીલાબે ગોસ્વામી નું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું ... રસોઈ તૈયાર કરવામાં  તારાબેન,ચંદ્રિકાબેન,લત્તાબેન,ભારતીબેન,ગીતાબેન, અરુણાબેન વગેરે ની સેવા ઉદ્દ્ભવેલ રહિ... તેમજ પ્રાણજીવન પટેલ તરફથી ખજાનચી ની સેવા મળી હતી અને ટેકનીકલ સહયોગ કાન્તિભાઈ મિસ્ત્રી એ આપ્યો હતો... સૌના આભાર સહ સૌ સુંદર સંભારણાઓ પોતાની સાથે લઈને વિરામ પામ્યા હતા તેવું  માહિતી શ્રી - હર્ષદરાય શાહ અને તસ્વિર શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(7:51 pm IST)