Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

કેનેડિયન કેબીનેટમાં હિન્દુ મહિલા પ્રધાન બની : માતા પંજાબી - પિતા તમિલ

કેબીનેટના અડધો અડધ પદ ઉપર ટ્રુડોએ મહિલાને સ્થાન આપ્યુ

નવી દિલ્હી  : ભારતીય મૂળની અનીતા આનંદ કેનેડા સરકારમાં મંત્રી બનનારી પહેલી હિંદુ મહિલા બની છે, તેને પબ્લિક સર્વિસ એન્ડ પ્રોકયોરમેન્ટ વિભાગ આપવામાં આવ્યો છે, અનીતાએ ઓકટોબરમાં ચૂંટણીમાં જીત મેળવી હતી અને હાઉસ ઓફ કોમન્સમાં પહેલીવાર એન્ટ્રી મેળવી હતી.

નોવા સ્કોટિયા પ્રાંતના કેંટવિલે શહેરમાં જન્મેલી અનીતા ટોરંટો યૂનિવર્સિટીમાં લોની પ્રોફેસર છે. ભારતીય મૂળના તેના માતા-પિતા ડોકટર છે. તેની સ્વર્ગીય મા સરોજ રામ પંજાબના અમૃતસરની હતી અને પિતા એસ. વી. આનંદ તમિલ છે. અનીતા ચાર બાળકોની માતા છે અને ઓકવિલે ક્ષેત્રમાં ઈંડો-કેનેડિયન સમુદાય સાથે જોડાયેલ છે. તે કેનેડાઇ સંગ્રહાલય ઓફ હિંદુ સિવિલાઇઝેશનની પહેલી ચેરપર્સન પણ રહી ચૂકી છે. ઉલ્લેખનિય છે કેમ નવી ટ્રૂડો સરકારની કેબિનેટમાં અનીતા આનંદ સાથે છ નવા લોકો પણ છે. ૨૦૧૫ની જેમ જ આ વખતે પણ અડધાં પદો પર મહિલાઓ છે.

(12:53 pm IST)