Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

''મેકીંગ હર્સ્ટરી પ્રોજેકટ'' : મહિલાઓને આર્થિક રાજકીય, શૈક્ષણિક, સરંક્ષણ સહિત ક્ષેત્રે આગળ વધારવા ઇન્ડિયન અમેરિકન દંપતિ દ્વારા શરૂ કરાયેલો નવો પ્રોજેકટ

ન્યુયોર્કઃ ઇન્ડિયન અમેરિકન દંપતિ શ્રી ભરત ભીસે તથા સુશ્રી સ્વાતિ ભીસેએ ૧૩ નવે.ર૦૧૯ ના રોજ નોન પ્રોફીટ તથા બિનપક્ષીય ઓર્ગેનાઇઝેશન ''મેકીંગ હર્સ્ટરી પ્રોજેકટ' નું લોંચિંગ કર્યુ છે.

ન્યુયોર્ક સ્થિત બ્રેવિઆ કેપિટલના ફાઉન્ડરશ્રી ભરતએ જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં મહિલાઓને રાજકિય તેમજ આર્થિક ક્ષેત્રે ઓછું મહત્વ અપાય છે. તેથી જાતિભેદને ધ્યાનમાં લીધા મહિલાઓના સશકિતકરણ માટે આ પ્રોજેકટ શરૂ કરાયો છે. જેથી તેઓ સરકારી કોર્પોરેટ ઉપરાંત રાજકિય ક્ષેત્રે પણ નેતૃત્વ લઇ શકે.

આથી આ પ્રોજેકટ દ્વારા પ્રારંભિક તબકકે મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા તાલીમ અપાશે. ઉપરાંત શિક્ષણ, વિદેશી બાબતો, મિલીટ્રી સહિત તમામ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરાશે.

(9:27 pm IST)