Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

યુ.એસ.ના ઓરેગનમાં સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી રમણ વેલજીએ ઉમેદવારી નોંધાવીઃ વર્ષોથી રાજકારણમાં સક્રિય, ફીજીના ફ્રીડમ ફાઇટર, તથા બિઝનેસમેન શ્રી વેલજી એજ્યુકેશન, વીમેન્સ રાઇટસ, એનવાયરમેન્ટ, ગન લો, સહિતના મુદે મેદાનમાં

ઓરેગોનઃ ઇન્ડિયન અમેરિકન મૂળ ફીજીના વતની તથા વર્ષોથી રાજકારણમાં સક્રિય બિઝનેસમેન તથા ફ્રીડમ ફાઇટર શ્રી રમણ વેલજીએ યુ.એસ.માં ઓરેગનના ૨૮મા લેજીસ્લેટીવ ડીસ્ટ્રીકટમાંથી સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

તેઓ યુવાવસ્થાથી જ રાજકિય રેલી સહિત ચૂંટણી કાર્યક્રમો સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટના ચૂંટણી કમ્પેનમાં પણ ભાગ લીધેલો છે. તેમણે અગાઉ નવમા હાઉસ ડીસ્ટ્રીકટમાં રિપબ્લીકન પાર્ટીના વર્ચસ્વ વચ્ચે પણ ૮ હજાર મતો મેળ્યા હતા.

તેઓ ઓરેગનના ૧લા ડીસ્ટ્રીકટમાં ડેમોક્રેટ પાર્ટીના ચેરપર્સન તરીકે વિજેતા થઇ ચૂકેલા છે. ફીજીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ભાગ લઇ ચૂકયા છે.

શ્રી વેલજી એજ્યુકેશન, ગન લો,વીમેન્સ રાઇટસ, ફેર વેઇજ, એનવાયરમેન્ટ, સ્મોલ બિઝનેસ અનડોકયુમેન્ટેડ મિગ્રન્ટસ સહિતના મુદે ચૂંટણી લડી રહ્યા છે પ્રાઇમરી ચૂંટણી ૧૯મે ૨૦૨૦ના રોજ છે.

(8:13 pm IST)