Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

યુનિવર્સિટી ઓફ હયુસ્ટન સિસ્ટમ બોર્ડમાં ઇન્ડિયન અમેરિકન શ્રી દુર્ગા અગ્રવાલને ફરીથી નિમણુંક આપી રિપીટ કરતા ટેકસાસ ગવર્નરઃ ૩૧ ઓગ.૨૦૨૫ સુધી હોદા ઉપર ચાલુ રહેશે

ટેકસાસઃ યુ.એસ.ના ટેકસાસ ગવર્નરે યુનિવર્સિટી ઓફ હયુસ્ટન સિસ્ટમ બોર્ડ ઓફ રિજન્ટસમાં ઇન્ડિયન અમેરિકન શ્રી દુર્ગા અગ્રવાલને ફરીથી નિમણુંક આપી રિપીટ કર્યા છે ઉપરાંત અન્ય ૨ નવા પ્રતિનિધિઓને ઉપરોકત બોર્ડમાં નિમણુંક આપી છે ત્રણે પ્રતિનિધિઓ ૩૧ ઓગ.૨૦૨૫ સુધી હોદા ઉપર રહેશે.

શ્રી અગ્રવાલ હાલમાં યુ.એચ.સિસ્ટમ બોર્ડ ઓફ રિજન્ટસ એન્ડોવમેન્ટ કમિટીમાં ચેરપર્સન તરીકે કાર્યરત છે. તેમજ વિવિધ હોદાઓ ઉપર સેવાઓ આપી રહ્યા છે.

(8:08 pm IST)