Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

અમેરિકામાં યોજાયેલી ટ્રાયથલોન સ્પર્ધા દરમિયાન અમદાવાદના એથ્લેટિક લિહાસ ત્રિવેદીને ઇજા : સ્વિમર સાથે અથડાવાથી લોહીની ઉલ્ટીઓ અને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ

ફ્લોરિડા : તરવું, દોડવું,અને સાઈકલિંગ,એમ ત્રણે પ્રકારની એક સાથેની સ્પર્ધા ટ્રાયથલોનમાં ભાગ લેવા ગયેલા અમદાવાદના એથ્લેટિક શ્રી લિહાસ ત્રિવેદી સ્વિમિંગ દરમિયાન અન્ય એક સ્વિમર સાથે અથડાતા તેમને લોહીની ઉલ્ટીઓ થવાથી અને શ્વાસ લેવામાં તકલીફ થવાથી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમના એક્સરે લેવાયા હતા તથા ECG કરાયું હતું.

 ઉલ્લેખનીય છે કે શ્રી લિહાસના નામે 25 કલાકમાં 194 કિલોમીટર સતત દોડવાનો વિક્રમ છે.જે લીંક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે.

(6:23 pm IST)