Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

' ઓવરસીઝ ઇન્ડિયા એશોશિએશન ' : યુ.એસ.ના કેલિફોર્નિયામાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત ભારતીયોનું સંગઠન : કોવિદ -19 સંજોગોમાં મહિલા ગ્રુપ દ્વારા વર્ચ્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરાયું : 30 હજાર જેટલી મહિલાઓ જોડાઈ

કેલિફોર્નિયા : યુ.એસ.ના સાઉધર્ન કેલિફોર્નિયામાં છેલ્લા પાંચ વર્ષથી ' ઓવરસીઝ ઇન્ડિયા એશોશિએશન ' કાર્યરત છે.જેની મિટિંગ દર મહિને મળે છે.
હાલના કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ એશોશિએશનની મહિલા વિગ દ્વારા વર્ચ્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.જેમાં પ્રોફેશનલ ,હાઉસવાઈફ ,તેમજ બિઝનેસ ઓનર સહીત 30 હજાર જેટલી મહિલાઓ જોડાઈ હતી.
          મહિલા વિગના અગ્રણી ડો.સીમા ચૌધરીએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ અંતર્ગત લોકડાઉનને કારણે હતાશ થઇ ગયેલી મહિલાઓને સધિયારો અપાયો હતો.તથા પરસ્પર એકબીજાને મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરાઈ હતી.જે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા સમાન હતી.તથા જુદા જુદા રીત રિવાજો અને ભાષાઓ વચ્ચે પણ તમામ ભારતીયો એક છે તેવી વિવિધતામાં એકતા સમાન ભાવના વ્યક્ત કરાઈ હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(6:25 pm IST)