Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

''યુનાઇટેડ રીલીજીઅન ઇનિશીએટીવ (URI)'': તમામ ધર્મો વચ્ચે સમાનતા સાધી વિશ્વ શાંતિ માટે કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ ૧૦૮ દેશોના ૧ મિલીઅન જેટલા વોલન્ટીઅર્સનુ પ્રતિનિધિત્વ ધરાવતા પ્રેસિડન્સ કાઉન્સીલમાં ઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી પ્રિટી બંસલની નિમણુંક

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન લોયર સુશ્રી પ્રિટી બંસલની નિમણુંક યુનાઇટેડ રીલીજીઅનના પ્રેસિડન્સ કાઉન્સીલમાં થઇ છે. તમામ ધર્મો વચ્ચે સમાનતા સાધવા, તથા પરસ્પર સમજુતિ સાથે સહકાર સાધવા, તેમજ ધર્મના નામે થતી હિંસા અટકાવવા, અને શાંતિ સ્થાપવાના હેતુથી સુશ્રી પ્રિટીને મળેલી નિમણુંકથી તેમણે હર્ષની લાગણી વ્યકત કરી હતી

ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ રીલીજીઅન્સ ઇનીશિએટીવ ૨૦૦૦ની સાલથી શરૂ કરાયેલ છે. જેમાં ૧૦૮ દેશોના ૧ મિલીઅન જેટલા વોલન્ટીઅર્સ તમામ ધર્મો વચ્ચે સહકાર સાધી વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે કાર્યરત છે.

(7:59 pm IST)