Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કેનેડાની ચૂંટણી : ભારતવંશી જગમીતસિંહ 24 બેઠકો જીતીને બન્યા કિંગમેકર

ઓટાવા : કેનેડામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભારતીય મૂળના કેનેડિયન જગમીત સિંહની આગેવાની હેઠળની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી) કિંગમેકર તરીકે ઉભરી આવી છે. કારણ કે વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોની લિબરલ પાર્ટીને આ ચૂંટણીમાં બહુમત મળી શક્યો નથી. 

જો કે, સૌથી વધુ બેઠકો જીતીને તે સત્તાની દાવેદાર છે. આ ચૂંટણીઓમાં એનડીપીને 24 બેઠકો મળી છે જ્યારે લિબરલ પાર્ટીને 157 બેઠકો મળી છે.

(12:59 pm IST)