Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપવા બદલ ૩ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓનું બહુમાનઃ ન્યુજર્સીમાં GOPIO આયોજીત સમીટમાં શ્રી રાહુલ શુકલ, શ્રી હિતેષ ભટ્ટ તથા શ્રી એચ.આર.શાહને સન્માનિત કરાયા

ન્યુજર્સીઃ ''ગ્લોબલ ઓર્ગોનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO)''ના ઉપક્રમે ૧૨ ઓકટો.૨૦૧૯ના રોજ ૩ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓનું ન્યુજર્સી મુકામે મળેલી સમીટમાં બહુમાન કરાયું હતું.

આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપવા તેમજ આરોગ્ય વિષયક જાગૃતિ ફેલાવવા માટે મહત્વનું યોગદાન આપવા બદલ હેલ્થ કાઉન્સીલ એવોર્ડથી સન્માનિત કરાયેલા ૩ ઇન્ડિયન અમેરિકન મહાનુભાવોના એસ.એસ.વ્હાઇટ ટેકનોલોજીસ્ટ એન્ડ શુકલ મેડીકલના ceo શ્રી રાહુલ શુકલ, ભટ્ટ ફાઉન્ડેશનના ceo શ્રી હિતેષ ભટ્ટ, તથા TVAsin ચેરમેન અને ceo શ્રી એચ.આર.શાહનો સમાવેશ થાય છે.

(9:10 pm IST)