Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

અમેરિકાના અર્થતંત્રને મજબુત બનાવવામાં વિદેશી કુશળ કામદારોનું મહત્વનું યોગદાન છેઃ તેઓને નાગરિકત્વ આપવા માટે ગ્રીન કાર્ડની મર્યાદા દૂર કરવા એપલના ceo ટીમ કુકનો અનુરોધ

વોશીંગ્ટનઃ અમેરિકાનું ગ્રીન કાર્ડ આપવા માટે દેશ દીઠ સાત ટકાની મર્યાદા દૂર કરવા તથા વિદેશી કુશળ કામદારોને તુરંત ગ્રીન કાર્ડ આપવા એપલ ceo ટીમ કૂકએ અનુરોધ કર્યો છે.

કૂકના મંતવ્ય મુજબ દેશના વિકાસમાં ઇમીગ્રન્ટસનું મહતમ યોગદાન છે. તથા વિદેશી કુશળ કામદારોથી અમેરિકા વધુ સમૃધ્ધ થઇ શકશે તેવુ ગ્રીન કાર્ડની મર્યાદા હટાવી લેવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે H-1B વીઝા માટે અરજદારોને સ્પોન્સર કરવામાં તથા કર્મચારીઓને ગ્રીન કાર્ડ માટે સ્નોન્સર  કરાવવામાં એપલ અગ્ર કંપનીઓમાં સ્થાન ધરાવે છે.

(9:07 pm IST)