Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

વિદેશોમાં સંપતિ ધરાવતા ભારતીયો વિરૂધ્ધ CBDTની તપાસ શરૃઃ ઇન્કમટેક્ષ રીટર્નમાં દર્શાવી ન હોય તેવી સંપતિ તથા પ્રોપર્ટી ધરાવતા ભારતીયો વિરૂધ્ધ કડક પગલા લેવાશેઃ CBDT ચેરમેન સુશીલ ચંદ્રા

ન્યુ દિલ્હીઃ ભારતીયોએ વિદેશની બેંકોમાં રાખેલા નાણાં કે ખરીદેલી પ્રોપર્ટી અંગે CBDT ડીપાર્ટમેન્ટએ તપાસ શરૂ કરી દીધી છે. જે બાબતને CBDT ચેરમેન સુશીલ ચંદ્રાએ સમર્થન આપ્યું છે. જો કે તેમણે વિશેષ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ આવી સંપતિ કે પ્રોપર્ટી ખરીદી હોવા છતા તે ઇન્કમટેક્ષ રીટર્નમાં બતાવી ન હોય તેમના વિરૂધ્ધ કડક હાથે કામ લેવાશે તેમ જણાવ્યું હતું.

(9:21 pm IST)
  • દાહોદના ઝાલોદની RTO ચેકપોસ્ટ પર એસીબીનો દરોડો :કોમ્પ્યુટર ઓપરેટરની મિલિ ભગતથી વાહનચાલકો પાસેથી નાણાં ઉઘરાવવાનું કૌભાંડ બહાર આવ્યું :ડિકોય ટ્રેપ કરી આસિસ્ટન્ટ મોટર વહીકલ ઇન્સ્પેકટર અને કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડ્યા:વાહન દીઠ રૂપિયા 500 ઉઘરાવતા હતા. access_time 6:45 pm IST

  • શારીરિક ક્ષતિવાળા વિદ્યાર્થીઓના કવોટામાંથી ૨ વિકલાંગ વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન આપવા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ હુકમ કર્યો છે access_time 1:16 am IST

  • અમદાવાદમાં વકરતો રોગચાળો: છેલ્લા એક જ અઠવાડિયામાં ટાઈફોડના ૬૫ અને કમળાના ૫૮ નવા કેસો નોંધાયા access_time 1:12 am IST