Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

પાકિસ્તાનમાં હિન્દુ યુવતિના શકમંદ મોત અંગે ન્યાયિક તપાસ કરવાનો સેશન્શ જજનો ઇન્કાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુ યુવતિ નમ્રતા ચંદાનીના શકમંદ મોત અંગે દેશ વિદેશોમાં ઉહાપોહ થતા અને લઘુમતિ હિન્દુ કોમની સલામતિ અંગે પ્રશ્નો સર્જાતા સરકારે ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો. પરંતુ સેશન જજએ આ બાબતનો ઇન્કાર કરી દીધો છે. સેશન્શ જજના જણાવાયા મુજબ સરકારે સિંઘ હાઇકોર્ટ રજીસ્ટ્રાર મારફત સુચના આપવી જોઇએ ગૃહ વિભાગની સીધી સુચના ધ્યાને લઇ શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે મેડીકલ કોલેજના છેલ્લા વર્ષમાં  અભ્યાસ કરતી હિન્દુ યુવતિ નમ્રતા ચંદાનીનો મૃતદેહ તેના હોસ્ટેલના રૃમમાંથી મળી આવ્યો હતો. જેની તપાસ કરવા કુલ ૩૨ સ્ટુડન્ટની ધરપકડ કરાઇ હતી. જે પૈકી ૨ સ્ટુડન્ટએ તેઓ નમ્રતા સાથે શાદી કરવા માંગતા હોવાનું નિવેદન આપ્યું હતું.

(8:54 pm IST)
  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • હાઉડી મોદીમાં વડાપ્રધાને કાશ્મીરનો કર્યો ઉલ્લેખ : કહ્યું -આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. જેનો ફાયદો આતંકવાદી અને અલગાવવાદી તાકાત ઉઠાવતી હતી access_time 1:04 am IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST