Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અમેરિકાના હયુસ્ટનમાં રર સપ્ટે.ના રોજ યોજાનારા ''હાઉ ડી મોદી'' પ્રોગ્રામમાં પ્રેસીડન્ટ ટ્રમ્પની હાજરીનો સુચિતાર્થઃ રાજકીય પંડિતોના મંતવ્ય મુજબ અમેરિકા ભારત સાથે હોવાનો પાકિસ્તાનને નિર્દેશઃ આવતા વર્ષે યોજાનારી પ્રેસીડન્ટ પદની ચૂંટણીમાં સ્થાનિક ભારતીયોના મતો અંકે કરવાનો પ્રયાસઃ મોદીની કૂટ નીતિનો વિજય

         હયુસ્ટનઃ પાકિસ્તાનના  હયુસ્ટનમાં રર સપ્ટે. ર૦૧૯ ના રોજ યોજાનારા હાઉ ડી મોદી કાર્યક્રમ ઉપર સમગ્ર વિશ્વની દ્રષ્ટિ છે. કારણ કે આ પ્રોગ્રામમાં અમેરિકાના પ્રેસિડન્ટ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેવાના છે. જેમની હાજરી વિશે રાજકીય પંડિતો અલગ તર્ક લગાવી રહ્યા છે. જે મુજબ ટ્રમ્પની હાજરી પાકિસ્તાન માટે આડકતરોે સંદેશ છે કે તેઓ ભારત સાથે છે. બીજું સ્થાનિક ભારતીયોની મોટી સંખ્યા ડેમોક્રેટ પાર્ટીના સમર્થનમાં હોવાથી તેઓને પોતાની રિપબ્લીકન પાર્ટી પ્રત્યે આકર્ષી ર૦ર૦ ની સાલમાં યોજાનારી ચૂંટણીમાં મતો મેળવવાનો છે.

         ઉલ્લેખનીય છે કે ટેકસાસ ઇન્ડિયા ફોરમ આયોજીત ઉપરોકત કાર્યક્રમમાં હાજરી આપનારાઓએ કરાવેલા રજીસ્ટ્રેશનની સંખ્યા પ૦ હજાર ઉપર થઇ ગઇ છે. આ કાર્યક્રમ ઇન્ટરનેશનલ ચેનલો દ્વારા પ્રસારિત થવાનો છે જેને વિશ્વના ૧૦૦ કરોડ જેટલા લોકો જોશે.

(9:24 pm IST)