Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ઇન્ડિયન અમેરિકન શિક્ષણવિદ શ્રી આનંદ કુમારને " એજ્યુકેશન એક્સલન્સ એવોર્ડ " : ભારતના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને IIT પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરાવી કારકિર્દીનું ઘડતર કર્યું

સાન જોસ : ભારતના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને  શ્રેષ્ઠ શિક્ષણ આપી IIT પ્રવેશ પરીક્ષા માટે છેલ્લા 25 વર્ષથી તૈયારી કરાવી તેઓના ઘડતર તથા કારકિર્દીમાં મહત્વનું યોગદાન આપનાર ગણિતના વિખ્યાત શિક્ષક તથા " સુપર 30 " ના ફાઉન્ડર ઇન્ડિયન અમેરિકન શિક્ષણ શાસ્ત્રી શ્રી આનંદ કુમારને " એજ્યુકેશન એક્સલન્સ એવોર્ડ 2019 " થી સન્માનિત કરાયા છે.

શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા કાર્યરત સંગઠન ફાઉન્ડેશન ફોર એક્સલન્સ ( FEE ) દ્વારા શ્રી આનંદ કુમારને કેલિફોર્નિયાના સાન જોસ મુકામે આયોજિત પ્રોગ્રામમાં ઉપરોક્ત એવોર્ડ આપી બહુમાન કરાયું હતું

ઉલ્લેખનીય છે કે શ્રી આનંદકુમારના જીવન પર આધારિત સુપર 30  ફિલ્મ પણ બની છે જેમાં ઋત્વિક રોશનએ અભિનય આપ્યો છે.

(12:09 pm IST)