Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમેરિકામાં 22 સપ્ટેમ્બરના રોજ શ્રી નરેન્દ્ર મોદીના સત્કાર સમારંભમાં રજીસ્ટ્રેશન માટેની સંખ્યા 50 હજારને પાર : આંતરરાષ્ટ્રીય ચેનલો દ્વારા થનારૂ સમારંભનું લાઈવ પ્રસારણ વિશ્વના 100 કરોડ ઉપરાંત દર્શકો નિહાળશે

હ્યુસ્ટન : અમેરિકામાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હ્યુસ્ટન ટેક્સાસ મુકામે 22 સપ્ટેમ્બરના રોજ યોજાનારા સત્કાર સમારંભમાં હાજરી આપવા રજીસ્ટ્રેશન કરાવનારાઓની સંખ્યા 50 હજારને પાર કરી ગઈ હોવાનું જાણવા મળે છે.કોઈ પણ દેશના વડાપ્રધાન ના સ્વાગત માટે અમેરિકામાં આટલી મોટી સંખ્યાનો નવો વિક્રમ સર્જાશે

 તાજેતરની ભારતની લોકસભાની ચૂંટણીમાં BJP અને NDAને ભવ્યાતિભવ્ય વિજય અપાવનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ટીમને પોંખવાનો, વિજયોત્સવનો પણ આ પ્રસંગ છે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતા મહિને સપ્ટેમ્બર ૨૦૧૯માં અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે પ્રતિ વર્ષ યોજાતી યુનાઇટેડ નેશન્સની જનરલ કાઉન્સીલમાં ભાગ લેવા પધારી રહ્યા છે. આ અવસરનો લાભ લઇ આ વર્ષે અમેરિકાના હ્યુસ્ટન-ટેક્ષાસ ખાતે સમગ્ર અમેરિકામાં વસતા વિશાળ ભારતીય સમુદાય વતી તેમનું અભિવાદન કરવા અને અભિનંદન અર્પવા રવિવાર તા. ૨૨ સપ્ટેમ્બર તા. ૨૦૧૯ના રોજ સવારે એક ભવ્ય અને અભૂતપૂર્વ રેલી/મીટીંગનું આયોજન થયેલ છે.

હ્યુસ્ટનના મધ્યભાગમાં અનેક હાઈવેથી સંકળાયેલ Loop 610 south-west ભાગમાં અતિ વિશાળ, અદ્યતન ટેકનોલોજી અને સુવિધાથી સજ્જ NRG Stadium ખાતે ત્યાંની આ પ્રસંગ માટે કાર્યાન્વિત TIF અર્થાત્ ટેક્ષાસ ઇન્ડીયા ફોરમ દ્વારા જોરદાર તૈયારીઓ થઇ રહી છે. એક આધારભૂત માહિતી અનુસાર ૫૦,૦૦૦થી વધુ લોકોએ તેમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવેલ છે અને હજુ લોક પ્રવાહ ચાલુ જ છે. સ્ટેડિયમની કેપેસીટી ૭૨,૦૦૦+ છે. કોઈપણ વિદેશી રાષ્ટ્રના વડા માટે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. ભૂતકાળમાં કેથોલિક વડા ફ્રાન્સીસ પોપના દર્શનાર્થે અને સાંભળવા માટે ધાર્મિક લાગણીરૂપે આનાથી વધુ જનમેદની ઉમટયાનું પ્રમાણ છે. પણ રાજનેતામાં મોદી TOPમાં છે.

તાજેતરની ભારતની લોકસભાની ચૂંટણીમાં BJP અને NDA શઘછ ને ભવ્યાતિભવ્ય વિજય અપાવનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ટીમને પોંખવાનો, વિજયોત્સવનો પણ આ પ્રસંગ છે. વળી ૨૦૧૯માં જે રીતે મોદી સરકારે દ્રઢતા અને રાષ્ટ્રવાદના કૃતનિશ્ચય સાથે બાલાકોટ, બંધારણ કલમ ૩૭૦ અને ૩૫-એ નો અનુચ્છેદ, ટ્રીપલ તલાક બીલ મંજૂરી સાથે જે વિરાટ વિજયકૂચ આરંભી છે. તેણે વૈશ્વિક ભારતીય પ્રજામાં નવું જોશ, વિશ્વાસ અને ભાવિ સફળતાની ઝાંખી કરાવેલ છે. જેના ફળસ્વરૂપ હ્યુસ્ટનની 'Howdy Modi ?' અર્થાત્ How do you do, Modi ?અભિયાન શરૂ થયેલ છે.Texas India Foram (TIF) ના અગ્રણી અને સમગ્ર ટીમ આ વિરાટ કાર્યને સાંગોપાંગ પાર પાડવા કટિબધ્ધ છે. ઓવરસીઝ ફ્રન્ડઝ ઓફ બીજેપી (OF BJP) ના અમેરિકાભરના ચેપ્ટરો, FIA Tri-state તથા અન્ય સંસ્થાઓ આ પ્રસંગની સફળતામાં સર્વતોમુખી યોગદાન આપી રહ્યા છે.તેવું શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદીની યાદી દ્વારા જાણવા મળે છે.

(1:00 pm IST)
  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST

  • ઉતકલ એક્સપ્રેસમાં બોમ્બની અફવાથી ખળભળાટ : ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડ દ્વારા બે કલાક સુધી ટ્રેનમાં સઘન ચેકીંગ : આખી ટ્રેનને ખાલી કરાવાઈ : યાત્રીઓમાં ભયનો માહોલ access_time 1:03 am IST

  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST