Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

''ગણેશ ઉત્સવ'': અમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્યુજર્સી મુકામે ૨ સપ્ટેં થી ૮ સપ્ટેં.૨૦૧૯ દરમિયાન સૌપ્રથમવાર થનારી ઉજવણીઃ ગુજરાતી તથા બોલીવુડ કલાકારોના મ્યુઝીક પ્રોગ્રામ,ડાયરો, તથા લોકગીતોની રમઝટ બોલશેઃ દરરોજ ગણેશ પૂજા તથા આરતીઃ ૮ સપ્ટેં.ના રોજ ગણેશ વિસર્જન તથા કાર્યસિધ્ધી હવન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, ૭૧૭, વોશીંગ્ટન રોડ, પાર્લિન ન્યુજર્સી મુકામે આગામી ૨ સપ્ટેં.થી ૮ સપ્ટેં.૨૦૧૯ દરમિયાન સૌપ્રથમવાર ''ગણેશ ઉત્સવ'' ઉજવાશે. જેનો સમય સવારે ૯-વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધીનો રહેશે.

ઉત્સવ અંતર્ગત ર સપ્ટેં. સોમવારે સાંજે ૬ વાગ્યાથી શ્રી ભાવિન શાસ્ત્રીનો કાર્યક્રમ ૩ સપ્ટેં. મંગળવારે શ્રી ઉમેશ પટેલનું બોલીવુડ મ્યુઝીક, ૪ સપ્ટેં બુધવારે સુશ્રી દેવિશા દેસાઇ તથા શ્રી અભિજીત પાચેગાંવકરનો પ્રોગ્રામ, ૫ સપ્ટેં ગુરૂવારે શ્રી પ્રકાશ પરમાર તથા સુશ્રી ઉલ્પા દેસાઇનું લાઇવ પર્ફોમેન્સ, ૬ સપ્ટેં. શુક્રવારે શ્રી ભાનુભાઇ વોરા, સુશ્રી તૃપ્તિ છાયાના ગૃપ, ડાયરો, તથા લોકગીતોનો કાર્યક્રમ ૭ સપ્ટેં. શનિવારે શ્રી દિપક કુમારના બોલીવુડ મ્યુઝીકનો પ્રોગ્રામ રાખેલ છે. ઉપરોકત તમામ દિવસોએ મ્યુઝીક પ્રોગ્રામ શરૂ થવાનો સમય સાંજે ૬-વાગ્યાથી રહેશે.

દરરોજ પૂજા તથા આરતી થશે. ૧૭ ફુટ ઊંચા ગણેશજી તથા નાના ગણેશજીની મૂર્તિનું પૂજન કરાશે. બાદમાં ૮ સપ્ટેંના રોજ નાના ગણેશજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરાશે. પૂજય માતાજી કાર્ય સિધ્ધિ હવન કરાવશે.

બુથ,આરતી, બેનર પ્રસાદ, તથા વિશેષ માહિતી માટે કોન્ટેક નં.૭૩૨-૩૨૫-૩૫૩૫ દ્વારા સવારે ૯-વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધીમાં સંપર્ક કરવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(9:50 pm IST)