Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઇન્ડિયન અમેરિકન સિનીયર સિટીઝન પસેઇક કાઉન્ટી ન્યુજર્સીના ઉપક્રમે સમર પિકનીક યોજાઇઃ પરામસ મુકામે પાર્કમાં યોજાયેલી પિકનીકમાં ૨૫૦ જેટલા મેમ્બર્સ જોડાયાઃ કુદરતી સોંદર્ય, રમત-ગમત,અંધ ગાયક વૃંદના ભજનો, તથા સ્વાદિષ્ટ ભોજનના આયોજનોથી સિનીયરો ખુશખુશાલઃ આગામી ૨૫ ઓગસ્ટના રોજ ન્યુજર્સીમાં આવેલા મંદિરોમાં દર્શન કરવા જવાનું આયોજન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ હાલમાં જુન મહિનામાં સુંદર સંગીત સંધ્યાનો પ્રોગ્રામ થયા પછી, ઇન્ડિયન અમેરિકન સીનીયર સિટિઝન એસોસિએશન, પસ્સૈક કાઉન્ટી ન્યુજર્સી ઇન્ક.ની મેનેજમેન્ટ કમિટીએ ૮-૧૦-૧૮ શનિવારે પીકનીકનું આયોજન કર્યુ હતું. લગભગ ૨૨૫ થી ૨૫૦ સભ્યોએ લાભ લીધો. શ્રી અમરતલાલ ગાંધી, યાકુબભાઇ પટેલ, મુકેશ પંડ્યા અને અન્ય મેનેજમેન્ટ કમિટી મેમ્બરો સાથે  ત્રણ બસ તથા પ્રાઇવેટ કારોમાં બધા પીકનીક સ્થળે વહેલાસર ૯.૩૦ વાગે ભેગા થયા હતા. નસીબજોગે તે દિવસે તાપમાન ૮૦ ડીગ્રીની આસપાસ હોવાથી સુંદર ઋતુએ સ્વચ્છ સુક્કી હવા અને વાદળો રહિત નીઆસમાન નીચે સૌને આવકાર્યા.

મેનેજમેન્ટ કમિટી અને વોલનટીયર ભાઇઓ અને બહેનોએ નિર્ધારીત 'LOT-C'માં આખા દિવસની ઉજવણીની વ્યવસ્થા કરી. સવારે આવતાની સાથે બધા સીનીયરોએ ગરમા-ગરમ ઉતરતાં દાલ-વડા અને મરચાં સાથે જલેબીનો નાસ્તો, ચા અને કોફી માણ્યો.

આ પાર્કમાં સુંદર લેક છે જેની લગો-લગ વોકિંગ 'ટ્રેલ' લગભગ એક માઇલ લાંબી છે. પુષ્કળ બતક પક્ષીઓ લીલોતરી  થી ભરપુર... ઘણા સીનીયરોએ લેક પર લટાર મારી અને પ્રાકૃતિક સુંદરતાનો આનંદ માણ્યો. આ પાર્કમાં મીની ટ્રેન પણ છે જેમાં ઘણા વડીલોએ બેસીને બાળપણ યાદ કરતા હોય તેવી મજા માણી.

આમંત્રિત મહેમાનોમાં બર્ગન કાઉન્ટી સીનીયર સર્વિસીસના એડવાયસર શ્રી સુર્યકાંત શુકલા તથા તેમના પત્ની ડો.મુદ્લાબેન શુકલા, બ્રીજ વોટર સીનીયર એસોસિએશનનાં શ્રી બાબુભાઇ પટેલ તથા તેમના પત્ની કાંતાબેન, વેયન  એસોસિએશનનાં શ્રી બીપીનભાઇ શુકલા અને જર્સી સિટીના શ્રી મહેન્દ્ર શાહ જોડાયા હતાં.

સંસ્થા તરફથી આવતા પ્રોગ્રામની માહિતી શ્રી યાકુબભાઇ અને શ્રી અમૃતલાલ ગાંધીએ આપી જેમાં ખાસ (૧)પવિત્ર શ્રાવણ માસમાં ઓગસ્ટ ૨૫મીએ ન્યુજર્સીનાં ૫ થી ૬ મંદિરોના દર્શન કરવા લગભગ ૧૧૦ સભ્યો બે બસમાં જવાના છે. (૨)સપ્ટેમ્બરમાં કેસીનોનો પ્રવાસ તથા દિવાળી અને વર્ષનાં બીજા પ્રોગ્રામો વિગેરે... આ વર્ષે પ્રથમ વાર સંસ્થાનાં Sound Ststem નો લાભ સભ્યોએ ગીતો ગાવા માટે કર્યો જેની શરૂઆત કમિટી મેમ્બર શ્રી યોગેશ નાણાવટીએ '' એક પ્યારકા નગ્મા હૈ...'' જેવા જુનાં ગીત થી કરી અને પછી બીજાં સભ્યો પણ ગાવા આગળ આવ્યા.

આ વર્ષની પીકનીકની સરપ્રાઇઝ આઇટમ હતી ઇન્ડિયા થી આવેલ બેંગ્લોર સ્થિત અંધ ગાયક વૃંદ જેમાં અંધ મેલ-ફીમેલ ગાયક,તબલચી, ફીમેલ નૃત્યકાર અને સાથે ફકત બે દ્રષ્ટિ ધરાવતાં કાર્યકર હતાં. આ કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં  ખાસ શ્રીમતી રમીલાબેન પટેલ, શ્રી અમૃતલાલ ગાંધી, મુકેશભાઇ અને યાકુબભાઇને શ્રેય જાય છે.  અંધ ગાયક વૃંદે ગણપતિ સ્તુતિ અને સુંદર ગુજરાતી ભજન ''મારા ઘટમાં બિરાજતાં શ્રી નાથજી...''થી શરૂઆત કરી. સાઉથ ઇન્ડિયન હોવા છતાં અંધ ગાયિકાએ ગુજરાતી ભજન સુંદર રીતે પ્રસ્તુત કર્યુ.

લંચનો સમય થતા પુરી-સુધી ભાજી અને સાથે શ્રીખંડની લહેજત બધાએ માણી. સાથે-સાથે ગુજરાતી અને હિન્દી ગીતો તથા ભજનોનો પ્રોગ્રામ લગભગ બે કલાક ચાલુ હતો. વચ્ચે ઓરેજં-પાઇનેપલ આઇસ્ક્રીમનો સ્વાદ માણતાં બધાં સીનીયરોએ Raffle રમતમાં ભાગ લીધો. ચાર ઇનામો ઘોષિત કર્યા હતા જેમાં અમુક વિજેતાઓએ જીતેલા ઇનામ સંસ્થાને અર્પિત કરી દીધા.

આવેલ મહેમાનોમાં શ્રી જયમીન પટેલ, Belleville Day Care Centerનાં ,તથા શ્રી મુકેશ પટેલ, Passaic Pharmacyનાં, એમની કંપની તરફથી સીનીયરોને લગતી મેડીકલ સેવા આપવામાં આવે છે તેની વિગતો જણાવી જેનો આપણી સંસ્થાના સભ્યો લાભ લઇ શકે. સમય કયાં પસાર થઇ ગયો તેની ખબર ના પડી અને આવા સુંદર વાતાવરણમાં સાંજના ડિનરનું મેન્યુમાં મસાલેદાર ખીચડી,કઢી, રીંગણા-લીલવાનું શાક, મોહનથાળ, અથાણું હતું. જેની સૌએ ખુશી-ખુશી પાર્કના LOT-Cના માં shed અને ખુલ્લામ પીકનીક ટેબલો પર બેસી મિજબાની માણી.

આમ સાંજ થતા, નીકનીકની યાદો સાથે આવતા વિવિધ કાર્યક્રમોની ચર્ચા કરતાં, સૌ સીનીયરો ઘર ભેગા થઇ ગયા.

તેવું શ્રી યોગેશ નાણાવટીના અહેવાલ દ્વારા શ્રી ગોવિંદ શાહની યાદી જણાવે છે.

(9:49 pm IST)