Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અમેરિકામાં સિનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સીના ઉપક્રમે ભારતનો ૭૩મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયોઃ સમર પિકનીકની ઉજવણી સાથે ધ્વજવંદન, રમત-ગમત, તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાદિષ્ટ ભોજનના આયોજનોથી સિનીયરો ભાવવિભોર

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુએસએમાં ન્યુજર્સી સ્ટેટમાં જર્સી સિટીમાં સીનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સી સંસ્થાના ઉપક્રમે ભારતનો ૭૩મો સ્વાતંત્રદીન સાથે સમર પીકનીકની ઉજવણી ૭૦ ઉપરાંતના સભ્યો સાથે ધ્વજ વંદન અને સ્વાદીસ્ટ ભોજન સાથે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવી.

શનિવાર ઓગસ્ટ ૧૭નાં દિવસે સંસ્થાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખતજ ધ્વજ વંદન અમેરિકન અને ઇન્ડિયન રાષ્ટ્રગીતોની મધુર સુરાવલીઓ સાથે જુદી જુદી વાનગીઓ સાથે સવારનો નાસ્તો બપોરનું લન્ચ અને સાંજનું ડીનર આરોગીને હાજર રહેલા સભ્યો તેમજ માનવંતા મહેમાનોએ આનંદ સાથે સંતોષની લાગણી વ્યકત કરી હતી.

સંસ્થા દ્વારા પ્રથમ વખતજ સીટી થી દુર  એવા રમણીય નદી કાંઠે આવેલ લીબર્ટી સ્ટેટ પાર્કની શીતલ છાયામાં બી સી બી ઇન્ડસ અમેરિકન કોમ્યુનીટી બેંકના માનનીય બ્રાંચ  મેનેજર, જર્સી સીટીનાના શ્રીમતી જીજ્ઞાસાબેન પટેલ સાથે બીઝનેસ ડેવલપમેન્ટ મેનેજર શ્રી પ્રતીક પટેલના વરદ હસ્તે ભારતીય ત્રિરંગો લહેરાવેલ અને સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપેલ સાથે બંને મહાનુંભાઓએ પ્રસોન્ગોપાત પ્રવચન સાથે બેન્કની કામગીરી સાથે બેંક કોમુનીટીના કાર્યક્રમોને પણ પ્રોસ્તાહિત કરે છે તે સમજાવેલ.

શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ ડો.મહેન્દ્ર શાહે મહેમાનો સાથે હાજર રહેલ સંસ્થાના માનનીય સભ્યોને આવકાર આપી તેઓનો પરોચય કરાવ્યો. હળવા નાસ્તામાં ગરમ ગોટા, જલેબી ગરમા ગરમ ચા, બપોરના ખાણામાં ખીચું અને મેંગો લસ્સી અને સાંજના ડીનરમાં વધારેલ ખીચડી,છાસ,મોહનથાળ,રસાવાળુ શાકનો રસાસ્વાદ માણી અંતે મનભાવન આઇસ્ક્રીમ અને મુખવાસ સાથે સભ્યોએ આનંદ,સંતોષની લાગણી વ્યકત કરી.

બપોરના સમયે બીન્ગોની રમત માણી જેમાં ૫ ઇનામ સભ્યોને આપેલ. રાફેલ ડ્રોની સ્પોન્સરશીપ સર્કલ ઓફ લાઇફ બેલવીલના એડલ્ટ ડે કેર સેન્ટર ના જૈમીન પટેલ અને ફેઇથ હેલ્થ કેરના માર્કેટિંગ ડાયરેકટર શ્રી મુકેશ પટેલ દ્વારા કરવામાં આવેલ જેમાં વિજેતાઓને ચાર જુદા જુદા ઇનામો આપવામાં આવેલ. સંસ્થામાં ઉપરોકત મહેમાનો ઉપરાંત જાણીતા લેખક શ્રી કૌશિકભાઇ પટેલ તેમના ધર્મપત્ની સાથે આવેલ અને તેમણે મનનીય પ્રવચન આપેલ.

કાર્યક્રમને સંપૂર્ણ સફળતા અપાવવા બદલ સંસ્થાના હોદેદારો, કારોબારી સભ્યો વસંતભાઇ,રજનીકાંત શાહ, મયુરી પટેલ, પરેશભાઇ પ્રવિણાબેન, રતિકાકા, સુરેન્દ્રભાઇ, ચોકસી, સુબોધભાઇ,કિશોરભાઇ, પ્રમોદભાઇ, ભાનુબેન, નિર્મલાબેન, શકુબેન,સુધાબેન, મીનાબેન, નરેન્દ્રભાઇ પટેલ અને રેખાબેન નન્દવાણી, પટેલ વિડીયો ભાવેશ પટેલ દ્વારા શુભેચ્છા સંદેશ મોકલેલ. ફન ફુડના યોગેશભાઇ પટેલ દ્વારા સુંદર ભોજનની વ્યવસ્થા કરેલ અને સંસ્થાના પ્રોગ્રામને ભવ્ય સફળતા અપાવેલ. હડસન કાઉન્ટી દ્વારા બસની જવા તેમજ આવવાની વ્યવસ્થા કરવામાં આવેલ બસ ઉપાડવાના સમય પહેલા ઇન્ડો અમેરિકન એસોસીએશન દ્વારા બેસવાની વ્યવસ્થા કરેલ રવિ પરીખ અને નાગજીભાઇ ખૂટ દ્વારા ફોટો ગ્રાફી કરવા બદલ આભાર સંસ્થાના ભાવી કાર્યક્રમો સપ્ટેમ્બર ૨૪ શ્રી કૌશિક અમીન અને વિજય ઠક્કરનો વાર્તાલાપ નવરાત્રી ગરબા ૧૨ ઓકટોબર દિવાળી ઉજવણી ૩ નવેમ્બર તેવું શ્રી મહેન્દ્ર શાહની યાદી જણાવે છે.

(9:48 pm IST)