Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અમેરિકાના હયુસ્ટનમાં આજે ૨૩ ઓગ.શુક્રવારના રોજ ''જન્માષ્ટમી'' ઉત્સવઃ ઇસ્કોન ઓફ હયુસ્ટન તથા હિન્દુઝ ઓફ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે કરાયેલું આયોજનઃ કિર્તન અભિષેક, વેશભૂષા સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો,આદ્યાત્મિક ઉદબોધન તથા સ્વાદિષ્ટ પ્રસાદની વ્યવસ્થાઃ મધરાત્રે મહાઆરતી સાથે શ્રીકૃષ્ણના આગમનને વધાવાશે

હયુસ્ટનઃ ઇસ્કોન ઓફ હયુસ્ટન તથા હિન્દુઝ ઓફ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે આજ ૨૩ ઓગ.૨૦૧૯ શુક્રવારના રોજ ''જન્માષ્ટમી'' ઉત્સવ ઉજવાશે.

સાંજે ૬ વાગ્યે શરૃ થનારી ઉજવણી અંતર્ગત, કિર્તન, અભિષેક, બાદ સાંજે ૭ વાગ્યે વેશભૂષા સ્પર્ધા યોજાશે. તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, આદ્યાત્મિક ઉદબોધનો, સ્વાદિષ્ટ પ્રસાદના આયોજનો કરાયા છે. આરતી સાંજે ૭ વાગ્યે, રાત્રે ૯ વાગ્યે થયા બાદ મધરાત્રે મહાઆરતી થશે.

મંદિરમાં પાર્કિગની વ્યવસ્થા નથી. તેથી વોલટ્રીપ હાઇસ્કૂલ,૧૯૦૦ વેસ્ટ, ૩૪મી સ્ટ્રીટ ખાતે ફ્રી શટલ સાથે વ્યવસ્થા કરાઇ છે.

શ્રી પ્રભુપાદના આગમન તથા ઉપસ્થિતિ ઉત્સવ ૨૪ ઓગ.શનિવારે સવારે ૧૦ કલાકે ઉજવાશે.

વિશેષ માહિતી WWW.ISKONHOUSTON.org/Jamashtami Houston  દ્વારા અથવા www.Hindusofhouston.org  દ્વારા અથવા કોન્ટેક નં.(૭૧૩)૬૮૬-૪૪૮૨ દ્વારા મળી શકશે તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:23 pm IST)