Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

12 હજાર અમેરિકન નાગરિકોને છેતરનારો કોલ સેન્ટર ગૅન્ગનો માસ્ટર માઈન્ડ જસરાજ સિંહ કાનપુરમાંથી પકડાયો : લક્ઝરી જિંદગી જીવવાનો શોખીન દિલ્હીનો રહેવાસી જસરાજ પોતાને ફેશન ડિઝાઈનર તરીકે ઓળખાવતો હતો

કાનપુર : 12 હજાર અમેરિકન નાગરિકોને છેતરનારો કોલ સેન્ટર ગૅન્ગનો માસ્ટર માઈન્ડ જસરાજ સિંહ કાનપુરમાંથી સોમવારે પકડાઈ ગયો છે.  

લક્ઝરી જિંદગી જીવવાનો શોખીન દિલ્હીનો રહેવાસી જસરાજ પોતાને ફેશન ડિઝાઈનર તરીકે ઓળખાવતો હતો . કાનપુરમાં તે BMW માં ફરી રહ્યો હતો ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટે પકડી લીધો છે. તેની પાસે અનેક લક્ઝરી કાર છે. કોલ સેન્ટરના અન્ય ચાર આરોપીઓની આ અગાઉ ધરપકડ થઇ ચુકી છે.

આ આરોપીઓ પોતાને માઈક્રોસોફ્ટના કર્મચારી તરીકે ઓળખાવતા હતા. તેઓએ સાથે મળી 12 હજાર અમેરિકન નાગરિકો સાથે 8 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:01 am IST)