Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

યુ.એસ.માં સાઉથ એશિયન ફોર બિડન અને AAPI વિક્ટરી ફંડના ઉપક્રમે યોજાઈ ગયેલી વર્ચ્યુઅલ રેલી : 18 જુલાઈના રોજ આયોજિત રેલીમાં ટ્રમ્પને કોવિદ-19 સામેની લડતમાં નિષ્ફ્ળ ગણાવાયા

વોશિંગટન : યુ.એસ.માં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહ્યો છે.જે અંતર્ગત વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિસ્પર્ધી જો બિડનના સમર્થનમાં તાજેતરમાં વર્ચ્યુઅલ રેલી યોજાઈ હતી.
સાઉથ એશિયન ફોર બિડન અને AAPI વિક્ટરી ફંડના ઉપક્રમે 18 જુલાઈના રોજ યોજાયેલી વર્ચ્યુઅલ રેલીમાં AAPI વિક્ટરી ફંડના કો-ફાઉન્ડર શેખર નરસિંહમ ,યુ.એસ.ના પૂર્વ સર્જન જનરલ વિવેક મૂર્થી ,ભારત ખાતેના અમેરિકાના પૂર્વ રાજદૂત રિચ વર્મા ,સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ એક્શન ફંડના સી.ઈ.ઓ.સુશ્રી નીરા ટંડન ,તથા બિડન ટાસ્ક ફોર્સ એડવાઈઝર સુશ્રી સોનલ શાહ સહિતના મહાનુભાવો જોડાયા હતા.જેઓએ વર્તમાન કોવિદ -19 પરિસ્થિતિમાં રિપબ્લિકન પ્રેસિડેન્ટના વહીવટી તંત્રને નિષ્ફ્ળ ગણાવ્યું હતું.તથા અમેરિકાના પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ અને 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવારને આગામી પ્રેસિડન્ટ તરીકે લાયક ગણાવ્યા હતા.

(8:20 pm IST)