Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

બ્રિટનમાં વસતા ભારતીયોની ગણતરી કરાશે : ઇન્ડિયા લીગ તથા ઓક્સફર્ડ યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલું અભિયાન : ઓનલાઇન વસતી ગણતરી કરાશે : વર્ષના અંત સુધીમાં અહેવાલ પ્રગટ કરી દેવાશે

લંડન : બ્રિટનમાં 1916 ની સાલથી ભારતીયો વસવાટ કરી રહ્યા છે.અને હાલમાં એક અંદાજ મુજબ તેઓની વસતિ 1.5 મિલિયન જેટલી થવા જાય છે.
હવે સાચો અંદાજ મેળવવા  ઇન્ડિયા લીગ તથા ઓક્સફર્ડ યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે અભિયાન હાથ ધરાયુ છે.જે મુજબ ઓનલાઇન વસતિ ગણતરી કરાશે.અને તેના આધારે મળેલી માહિતી બ્રિટિશ ઇન્ડિયા રિપોર્ટમાં વર્ષના અંત સુધીમાં પ્રગટ કરી દેવાશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)