Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

" જાયે તો જાયે કહાં : અફઘાનિસ્તાનમાં બોમ્બમારાનો અને ભારતમાં ગરીબીનો ડર : અફઘાનિસ્તાનમાંથી મોટા ભાગના હિન્દૂ અને શીખોની ભારત ,યુરોપ ,અને અમેરિકામાં હિજરત : હવે માત્ર 600 ની વસતિ : બોમ્બમારા વચ્ચે જીવી રહેલા આ લઘુમતી લોકો માટે ભારત સરકારે લોન્ગ ટર્મ વિઝા પોલિસી જાહેર કરી

કાબુલ : અફઘાનિસ્તાનમાં બોમ્બમારા વચ્ચે સતત ભયના ઓથાર હેઠળ જીવી રહેલા મોટા ભાગના  હિન્દૂ અને શીખોએ છેલ્લા એક દસકામાં મોટા પાયે ભારત ,યુરોપ ,અને અમેરિકામાં  હિજરત કરી લીધી છે.પરિણામે અફઘાનિસ્તાનમાં હવે આ લધુમતી કોમની માત્ર 600 ની વસતિ વધી છે.જેઓ માટે ભારત સરકારે લોન્ગ ટર્મ વિઝા પોલિસી જાહેર કરી છે.
જોકે અત્યાર સુધી અફઘાન સરકારે ભારતની રજુઆતની કોઈ પ્રતિક્રિયા આપી નથી. એક વરિષ્ઠ અફઘાન અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે, હિંસાએ દરેક અફઘાનીને પ્રભાવિત કર્યા છે અને હિન્દુ શીખોની સુરક્ષાની રજુઆતે અફઘાનિસ્તાનમાં ધાર્મિક વિવિધતા અંગે સવાલ ઊભો કર્યો છે. અધિકારીએ કહ્યું કે, આ કાવતરું ભારતના સ્થાનિક પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યું છે. જ્યાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને હિન્દુ ઓળખ અપાવવા માટે સેક્યુલરથી દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતે જાહેર કરેલી લોન્ગ ટર્મ વિઝા પોલિસી અંગે ઘણા લોકોએ ખુશી વ્યક્ત કરી છે, પરંતુ તેમનું કહેવું છે કે ભારત પાછા જવાનો અર્થ છે ગરીબીમાં રહેવું.આ લોકો માટે જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

(1:04 pm IST)