Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

યુ.એસ.માં કડવા પાટીદાર સમાજના ઉપક્રમે સમર પીકનીક યોજાઈ : સ્વાદિષ્ટ ભોજન ,આઈસ્ક્રીમ ,તથા રમત-ગમત સહિતના સુંદર આયોજનથી આબાલ વૃધ્ધ સહીત 700 ઉપરાંત મેમ્બર્સ ખુશખુશાલ

શિકાગો : કડવા પાટીદાર સમાજે તેમની સમર પિકનિકનું આયોજન જુલાઈ ૧૩ ના રોજ શિકાગો ના નજીક આવેલ 'નાદ બ્રાંઉન  બુસીવુડ ખાતેના એલ્ગરો વિલેઝ માં ગ્રોવ નુંબર  ૫ માં રાખવામાં આવેલ. આ પીક્નીક્માં જુવાનો, બાળકો તથા સીનીયરો મળીને લગભગ ૭૦૦થી  વધારેની સંખ્યામાં ભાગ લીધેલ.

 પીકનીકની શરૂઆતમાં KPSના પ્રમુખ શ્રી દીપક દેસાઈએ સૌ કોઈને આવકારવામાં આવેલ. બપોરના ૧૧ થી ૧ વાગ્યા સુધી લંચ રાખવામાં આવેલ જેમાં મેથીના ગોટા, કઢી, ડુંગળી, તીખા મરચા, ચાહ કોફી અને લાલ  તથા  લીલી ચટણી તથા ચા કોફી ઉરુ સ્વાતી રેસ્ટોરન્ટ તરફથી કરવામાં આવેલ. આ વર્ષે જયંતીભાઈ અને મીઠાભાઈ પટેલ દ્વારા આઈસ્ક્રીમ ની વ્યવસ્થા કરવામાં આવેલ. બિસ્કીટ ની વ્યવસ્થા પ્રો. શરદભાઈ અને મૃદુલા શાહ દ્વારા આપવામાં આવેલ. સતીશ પટેલ, હિમાન્સુ પટેલ દ્વારા તથા KPS ટીમ દ્વારા અદભુત પીકનીક નું આયોજન કરવામાં આવેલ. જયારે માર્કેટિંગ નિમેષ પટેલ અને રજીસ્ટ્રેશન તેજસ પટેલ, કિર્તી પટેલ, પંકજ પટેલ દ્વારા અદભુત વ્યવસ્થા કરવામાં આવેલ. જયારે રસોડા વ્યવસ્થા ચંદ્રકાંતભાઈ પટેલ, ઉપેન્દ્ર પટેલ, નીલેશ ઠકકર થકી તથા વિજયભાઈ પટેલ ની દેખરેખ દ્વારા કરવામાં આવેલ. જયારે હિતેન્દ્ર પટેલ, હર્ષદ પટેલ,વિનોદ પટેલ, નરેન્દ્ર પટેલ, વિજય પટેલ, રાજેશ દેસાઈ, ભાગ્યેશ પટેલ,કમલેશ, ધર્મેન્દ્ર, અક્ષય તથા લડીઝ ટીમ દ્વારા કિચન વ્યવસ્થા ગોઠવવામાં આવેલ. જયારે રમતગમત ની વ્યવસ્થા હર્મિલ, જતીન પટેલ દ્વારા ગણી સુંદર હતી.

  KPS દ્વારા રમતગમતો જેવીકે લીંબુ ચમચા, કોથળા દૌડ, વોલીબોલ, દોરડા ખેંચ, વોટર બલુન, મ્યુઝીકલ ચેર, ગેમો નું આયોજન કરવામાં આવેલ.

દેસાઈ અને પટેલ ફેમીલીએ ડોનટ, પ્રકાશ પટેલે મકાઈ અને તરબૂચ સ્પોન્સર કરેલા. અંતમાં KPS ના પ્રમુખ દીપક દેસાઈએ બોર્ડ મેમ્બેર્સ, અડવાએઝર તથા બધા વોલીનટીયર્સ તથા જુદા જુદાજુદા સીનીયર ગ્રુપના પ્રતીનીધીયો જેવાકે ઇન્ડિયન સિનિયર્સ ના નરસિંહભાઈ પટેલ, યુનાઇટેડ સીનીયર પરિવારના કનુભાઈ લોગ્નેઝ્વાલા, ભારતીય સીનીયરના માધુભાઈ પટેલ, તથા ઉમિયા ધામ શિકાગોના છોટુભાઈ પટેલનો આભાર માનેલ. અંતે સૌ સુમધુર ડીનર લઈને સૌ છુટા પડ્યા.તેવું ફોટા તથા માહિતી સાથે શ્રી જયંતિ ઓઝા શિકાગોની યાદી દ્વારા જાણવા મળે છે.

 

(8:31 pm IST)
  • જુનાગઢના મેંદરડા માણાવદર અને વંથલીમાં સાંજે ૬ થી ૮ દરમ્યાન સરેરાશ અર્ધો ઇંચ વરસાદ access_time 8:48 pm IST

  • જીજ્ઞેશ મેવાણીને આગોતરા જામીન મળ્યાઃ બિનશરતી માફી માગી : અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને હાઈકોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા : જીજ્ઞેશે કલાસરૂમ બાળકોને માર મરાતો હોવાનો ખોટો વિડીયો ટ્વીટ કરવા સબબના કેસમાં બીન શરતી માફી રજૂ કરતા ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા હતા access_time 3:28 pm IST

  • મોદી સરકાર ''ડીજીટલ રૂપી'' કરન્સી લોન્ચ કરવા વિચારી રહી હોવાની ચર્ચા : (ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ) access_time 11:22 am IST