Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ગુજરાતી સીનીયર સોસાયટી પ્લેનો ની જુલાઈ માસની મીટીંગ મળી : જન્મદિવસ મુબારકબાદી ,ગીફ્ટ ,પ્રાર્થના ,સિનિયરોને મળતા લાભ ,તથા આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનારી મેક્સિકો ક્રુઝના આયોજન અંગે માહિતી આપી

પ્લેનો : GUJARATI સીનીયર સોસાયટી પ્લેનો ની જુલાઈ માસની મીટીંગ તારીખ ૧૦મી જુલાઈના રોજ સાંજે ૫ -30 વાગે મીનરવા hoall પ્લેનો ખાતે મળી હતી..... પ્રથમ પ્રમુખશ્રી સુભાષ શાહે સ્વાગત્ત પ્રવચન કરી સૌને આવકાર આપ્યો હતો... ત્યાર બાદ શ્રી સુભાષ પંડયા દ્વારા પ્રાથના કરવામાં આવી... જુલાઈ માસમાં જે મહાનુંભાવો ની બર્થડે હતી તેઓને બર્થડે કાર્ડ આપવામાં આવ્યા હતા.... તેમજ બર્થડે ગીત ગાવામાં આવેલ... તથા ઈન્સોરન્સ એજન્ટ શ્રીમતિ રોમાબેન પીટડીયા દ્વારા સર્વે ને ગીફ્ટ આપવામાં આવી.... ત્યાર બાદ રોમાબેને ઈન્સોરન્સમાં સીનીયરોને મળતાં લાભ અંગે માહિતી પીરસી હતી.. અને આ અંગે સભ્યો તરફથી પુછવામાં આવેલ પ્રશ્નો ના  માહિતી સભળ જવાબ પણ આપ્યા હતા..... ત્યાર બાદ પ્રમુખશ્રીએ  તારીખ ૨૦ મી જુલાઈના રોજ મંદિર યાત્રાની ટુર અંગેની માહિતી આપી હતી... રીયા ટ્રાવેલના હેતલબેન પટેલે આગામી સપ્ટેમ્બર માસમાં મેક્સીકો ક્રુઝ અંગેની માહિતી અને માર્ગદર્શન આપેલ  ..... લગભગ 20 ભાઈ-બહેનો ક્રુઝ માં જનાર છે અને મંદિર ટુરમાં ૫૦ સભ્યો જનાર છે.... ક્રુઝ માટે વધુ માહિતી માટે સંર્પક :- સુભાષ 510 449 8712.... ત્યાર બાદ  રીયા ટ્રાવેલ  તરફથી ફેમીલી દીથ ગીફ્ટ આપાવામાં આવેલ... અંતમાં  સ્વામીનારાયણ મંદિર ગુરુકુલ નું ભોજન લઈ ને છુટા પડેલ . તેવું શ્રી સુભાષ શાહ દલાસની યાદી જણાવે છે.

(6:58 pm IST)